For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરને લઈ NSA ડોભાલને મળ્યા અમિત શાહ, ગુપ્તચર બ્યૂરોના પ્રમુખ પણ બેઠકમાં સામેલ

કાશ્મીરને લઈ NSA ડોભાલને મળ્યા અમિત શાહ, ગુપ્તચર બ્યૂરોના પ્રમુખ પણ બેઠકમાં સામેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના હાલાત પર ચર્ચા માટે સોમવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગુપ્તચર બ્યૂરોના પ્રમમુખ સાથે મુલાકાત કરી. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ જેવી રીતે કેટલાય પ્રકારના પ્રતિબંધ લગાવી દેવમાં આવ્યા હતા તેમાં ધીમે-ધીમે ઢીલ આપવામાં આવી રહી છે. જો કે સુરક્ષાબળો હજુ પણ તહેનાત છે. સોમવારે ઘાટીની 190 પ્રાથમિક શાળામાંથી 95 સ્કૂલ ખુલી ગઈ ચે. જો કે સ્કૂલ જનાર વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઓછી રહી. જ્યારે અધિકારીઓ મુજબ જલદી જ ઘાટીની તમામ સ્કૂલો ખોલવાની વ્યવસ્થા થઈ જશે.

કાશ્મીર પ્રવાસ બાદ પહેલી બેઠક

કાશ્મીર પ્રવાસ બાદ પહેલી બેઠક

જમ્મુ-કાશ્મીરને લઈ અમિત શાહની આ બેઠક એટલા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે કેમ કે આમાં એનએસએ અજીત ડોભાલ પણ સામેલ થયા. ડોભાલ 11 દિવસના કાશ્મીર પ્રવાસ પરથી પર ફર્યા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ત્યાંના સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી, સાથે જ ત્યાં તહેનાત સુરક્ષાબલોની સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ઘાટીના જમીની હાલાત સમજવાની કોશિશ કરી હતી. ડોભાલના પ્વાસ દરમિયાન તેમણે સ્થાનિક લોકો સાથે લન્ચ પણ કર્યું હતું જેની તસવીર સામે આવી હતી. આ દરમિયાન ડોભાલ એમ કહેતા જોવા મળ્યા હતા કે ફરી એકવાર નવું પ્રશાસન સ્થાપિત થઈ ગયું તો ગાટીમાં હાલાત બદલી જશે.

કાશ્મીરના હાલાત પર ચર્ચા

કાશ્મીરના હાલાત પર ચર્ચા

એનએસએ અજીત ડોભાલ કાશ્મીર ઘાટીથી પરત ફર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમની આ પહેલી બેઠક છે. એનડીટીવી મુજબ આ બેઠકને લઈ એક અધિકારીએ જણાવ્યું કે એનએસએ ડોભાલે બેઠકમાં અમિત શાહને જમ્મુ-કાશ્મીરના હાલાતની જાણકારી આપી. આની સાથે જ બેઠકમાં પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે ઉઠાવવામાં આવેલ પગલાંની સમીક્ષા કરવામાં આવી. અધિકારીઓનો દાવો છે કે કાશ્મીર ઘાટીમાં બે તૃતિાંશ લેન્ડલાઈનને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે અને સુરક્ષા સ્થિતિની સમિક્ષા બાદ મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ શરૂ થઈ જશે.

ધીરે-ધીરે પ્રતિબંધ હટી રહ્યા છે

ધીરે-ધીરે પ્રતિબંધ હટી રહ્યા છે

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતા અનુચ્છેદ 370ના મોટા ભાગના પ્રાવધાન ખતમ કરવાનો અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનો મોદી સરકારે મહત્વનો ફેસલો લીધો. આ ફેસલા પહેલા 4 ઓગસ્ટે પ્રદેશમાં ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી, જો કે હવે સરકાર ધીરે ધીરે પ્રતિબંધ હટાવી રહી છે.

જાણો કેવા છે કાશ્મીરના હાલાત

જાણો કેવા છે કાશ્મીરના હાલાત

જ્યારે પ્રદેશ પ્રશાસને ઘોષણા કરી છે કે કેટલાય જિલ્લામાં હાલાત ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યા છે અને જલદી જ અહીં પ્રતિબંધ હટાવી દેવામા આવશે. પાકિસ્તાન હજુ પણ અફવા ફેલાવી રહ્યું છે અને આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે માટે મોબાઈલ ઈન્ટરનેટ પર લાગેલ પ્રતિબંધ યથાવત રહેશે. રાજ્યના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું કે કેટલાય નેતાઓની નજરબંધીને લઈને પણ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તે બાદ કાનૂન વ્યવસ્થાની સ્થિતિને જોયા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

<strong>વિશ્વવિખ્યાત કલાકારોએ ભગવો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા</strong>વિશ્વવિખ્યાત કલાકારોએ ભગવો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા

English summary
amit shah meeting with NSA ajit doval over kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X