ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહ લગભગ નક્કી, આરએસએસએ લગાવી મહોર
નવી દિલ્હી, 26 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક ગણાતા અને લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના યુપી પ્રભારી અમિત શાહનું પાર્ટી અધ્યક્ષ બનવાનું લગભગ નક્કી થઇ ગયું છે. મળતી માહિતી અનુસાર આરએસએસએ પણ અમિત શાહના નામ પર પોતાની મહોર લગાવી દીધી છે.

નોંધનીય છેકે, લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહને યુપીનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો. ચૂંટણીમાં અમિત શાહની રણીનીતિ કામ લાગી હતી, જેના કારણે પાર્ટીએ પ્રદેશમાં 80માંથી 71 બેઠકો પર જીત મેળવી હતી. 2 બેઠક ભાજપના સહયોગીએ હાંસલ કરી હતી. તેવામાં શાહને પાર્ટીના અધ્યક્ષ બનાવવાનો ગણગણાટ શરૂ થઇ ગયો હતો.












Click it and Unblock the Notifications
