For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહનું 'મિશન દિલ્હી' શરૂ, કાર્યકર્તાઓમાં જગાવ્યો જોમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના નવા અભિયાન 'મિશન દિલ્હી'ની આજે શરૂઆત કરી દીધી છે. અમિત શાહે આજે દિલ્હી ખાતે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને દિલ્હી ચૂંટણીમાં પાર્ટી પોતાનું ઉમદા કાર્ય કરે તેના માટે કાર્યકર્તાઓમાં જોમ જગાવ્યો હતો.

અમિત શાહે તાત્કાલિક ધોરણે હવે દિલ્હીને કબજે લેવાનું અભિયાન પાર્ટીના કાર્યકર્તાઓ ઉત્સાહ જગાવવાની સાથે કર્યું. અમિત શાહે આજે દિલ્હીમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધ્યા. અમિત શાહે કાર્યકર્તાઓને જણાવી દીધું કે તેઓ આળસ છોડીને કામે લાગી જાય તેમને કોઇ હરાવી શકે તેમ નથી. હું જાણું છું કે તમારામાં કેટલી ક્ષમતા છે. તમને કોઇ હરાવી શકે તેમ નથી.

amit shah
અમિત શાહે જણાવ્યું કે કાર્યકર્તાઓને હસતા હસતા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે દિલ્હીમાં માત્ર 70 જ બેઠકો છે, માત્ર પાર્ટી પોતાના 70 ઉમેદવારોને ચૂંટણી માટે લડાવશે, માટે જો કોઇના મનમાં કોઇ અન્ય વિચારો ચાલી રહ્યા હોય તો તેને બંધ કરી દેજો. રામલાલના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે માટે ગુટબાજીને કોઇ અવકાશ નથી. પાર્ટી નક્કી કરશે કોને ટિકિટ આપવામાં આવે. આપણે બધાએ એકજૂટ થઇને જે પણ ઉમેદવારને ઉભો કરવામાં આવે તેને જીતાડવાની સંપૂર્ણ તૈયારી કરવાની છે.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી દિલ્હીમાં રેલી યોજીને પ્રચાર-પ્રસારની શરૂઆત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી અને અમિત શાહના નેતૃત્વમાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં ભાજપની સરકાર રચાઇ ચૂકી છે. હવે ભાજપ દિલ્હીને સર કરવાના અભિયાનમાં લાગી ગયું છે.

English summary
Amit Shah now on Mission Delhi, addressed to party worker at Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X