Amit Shah on PoK: ભારતનો હિસ્સો છે પીઓકે, હિન્દુ હોય કે મુસ્લિમ બધા આપણા છે
Amit Shah on PoK, Lok Sabha Election 2024: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારના રોજ મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિર ભારતનો જ ભાગ છે, અને લોકો પણ આપણા છે. તેઓ કોઇપણ ધર્મના હોય, તેઓ ભારતીય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019નો પણ બચાવ કર્યો અને જણાવ્યું હતું કે, આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યો છે અને કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નહીં.

પીઓકેના હિંદુઓ અને મુસ્લિમો બધા આપણા છે - એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે જણાવ્યું હતું કે, PoK એ ભારતનો એક ભાગ છે. PoKના લોકો પણ ભારતીય છે, પછી ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ. PoKના હિંદુઓ અને મુસ્લિમો બંને આપણા પોતાના છે.
CAAનો વિરોધ યોગ્ય નથી - CAA અંગે અમિત શાહે જણાવ્યું હતું કે, કાયદો 2019માં પસાર થયો હતો, અને હવે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે લોકો CAAનો વિરોધ કરી રહ્યા છે, અને દાવો કરી રહ્યા છે કે, તે પ્રદેશ પર આધારિત છે તે જ લોકો મુસ્લિમ પર્સનલ લો જેવા કાયદાનું સમર્થન કરે છે.
અમે કોંગ્રેસના નેતાઓનું વચન પાળ્યું છેઃ શાહ - ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, વિભાજન વખતે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સહિત કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે પાકિસ્તાનના લઘુમતીઓનું ભારતમાં સ્વાગત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તી ભાગલા સમયે 23 ટકાથી ઘટીને હવે બે ટકા થઈ ગઈ છે, બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા 22 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગઈ છે, અને અફઘાનિસ્તાનમાં શીખોની બે લાખથી સંખ્યા ઘટીને માત્ર 378 થઈ ગઈ છે. અમે કોંગ્રેસના નેતાઓએ આપેલા વચનને પૂર્ણ કર્યું છે.
CAAના દાયરામાં મુસ્લિમોને બહાર રાખવા વિશે પૂછવામાં આવતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ત્રણેય દેશોને ઈસ્લામિક રાજ્ય જાહેર કરવામાં આવ્યા છે, અને ત્યાં મુસ્લિમો અત્યાચારનો સામનો કરી શકે નહીં.












Click it and Unblock the Notifications
