For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે કાશ્મીરમાં સક્રિય ટૉપ 10 આતંકવાદી, જેમનું અમિત શાહે લિસ્ટ તૈયાર કરાવ્યું

આ છે કાશ્મીરમાં સક્રિય ટૉપ 10 આતંકવાદી, જેમનું અમિત શાહે લિસ્ટ તૈયાર કરાવ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમિત શાહે ગૃહ મંત્રાલયના કાર્યભાર સંભાળતાના તુરંત બાદ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓથી નિપટવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના ટૉપ 10 આતંકીઓની એક લિસ્ટ તૈયાર કરાવી છે. આ લિસ્ટમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો રિયાજ નાયકૂ, લશ્કર એ તૈયબાનો જિલ્લા કમાન્ડર વસીમ અહમદ ઉર્ફ ઓસામા અને હિઝબુલનો અશરફ મૌલવી સામેલ છે. સુરક્ષાબળો દ્વારા મળેલ ઈનપુટના આધારે ગુપ્તચર એજન્સીઓએ આ ખુંખાર આતંકીઓની યાદી તૈયાર કરી છે. આ તમામ આતંકીઓ કાશ્મીર ઘાટીના વિવિધ વિસ્તારોમાં સક્રિય છે.

રિયાઝ નાયકૂ પર 15 લાખનું ઈનામ

રિયાઝ નાયકૂ પર 15 લાખનું ઈનામ

1. રિયાઝ નાયકૂ - રિયાઝ નાયકૂ નામના આતંકવાદી પર 15 લાખનું ઈનામ જાહેર કરવમાં આવ્યું છે. તે હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી છે અને બાંદીપોરનો રહેવાસી છે. તે A++ શ્રેણીનો આતંકવાદી છે અને વર્ષ 2010થી જ ઘાટીમાં સક્રિય છે. પોતાના ગ્રુપમાં તેને 'માસ્ટર જી' કોડ નેમથી ઓળખવામાં આવે છે કેમ કે તે પહેલા સ્કૂલનો ટીચર હતો.

2. વસીમ અહમદ ઉર્ફ ઓસામા- શોપિયાંનો જિલ્લા કમાન્ડર અને લશ્કર એ તૈયબ્બાનો આતંકી સુરક્ષાબળોના નિશાના પર છે. તેના પર સાત લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે.

અનુંતનાગમાં અશરફ ખાન એક્ટિવ છે

અનુંતનાગમાં અશરફ ખાન એક્ટિવ છે

3. મોહમ્મદ અશરફ ખાન ઉર્ફ અશરફ મૌલવી- હિઝબુલ મુઝાહિદ્દીનનો આતંકી મોહમ્મદ અશરફ ખાન ઉર્ફ અશરફ મૌલવી ઉર્ફ મંસૂર ઉલ ઈસ્લામ ત્રીજા નંબર પર છે અને અનંતનાગના વિસ્તારમાં ઓપરેટ કરે છે. તેના પર પણ સાત લાખ રૂપિયાનું ઈનામ છે.

4. મેહરાજુદ્દીન- હિઝબુ કમાન્ડર મેહરાજુદ્દીન ઉર્ફ ઉબૈદ 12મું પાસ જણાવવામાં આવે છે અને સોપોરનો રહેવાસી છે. 32-34 વર્ષનો આ આતંકી 2015માં ઉત્તરી કાશ્મીરના વિસ્તારમાં એક્ટિવ હતો. જે બાદ તે કથિત રીતે પાકિસ્તાન ભાગી ગયો હતો. આ લિસ્ટમાં તેની હાજરી જણાવે છે કે તે ઘાટીમાં પરત ફર્યો છે, સૂત્રો મુજબ તે બારામુલામાં એક્ટિવ છે.

શ્રીનગરનો જિલ્લા કમાન્ડર છે સૈફુલ્લા

શ્રીનગરનો જિલ્લા કમાન્ડર છે સૈફુલ્લા

5. સૈફુલ્લા મીર- શ્રીનગરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના કેડેરને વધારવામાં આ આતંકવાદી મદદ કરી રહ્યો છે. સૈફુલ્લા પુલવામાના મલંગપોરા ગામનો રહેવાસી જણાવવામાં આવી રહ્યો છે. એક-શ્રેણીમાં સૂચીબદ્ધ આ આતંકીને એક વર્ષ પહેલા હિઝબુલે શ્રીનગર જિલ્લા કમાંડર ઘોષિત કર્યો હતો.

6. અરશદ ઉલ હક- હિઝબુલ મુઝાહિદ્દીનનો આ આતંકી પુલવામાનો જિલ્લા કમાંડર ગણાવવામાં આવી રહ્યું છે. A++ શ્રેણીના આ ખુંખાર આતંકીને હિટ લિસ્ટમાં સામેલ કર્યો છે. તેના પર 12 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે. સૂત્રો મુજબ એક વર્ષ પહેલા આ આતંકી પુલવામામાં સક્રિય હતો.

7. હાફિઝ ઉમર- પાકિસ્તાનથી સંચાલિત થનાર જૈશ એ મોહમ્મદનો આ ખૂંખાર આતંકવાદી જૈશનો ચીફ ઓપરેશનલ કમાન્ડર છે. સૂત્રો મુજબ તે ઉમર મસૂદ અઝહરના ખાનદાન સાથે સંબંધ રાખે છે. તેનો એક ભાઈ પણ કાશ્મીરમાં સક્રિય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

બે વિદેશી આતંકી પણ સામેલ

બે વિદેશી આતંકી પણ સામેલ

8. ઉંમર અફગાની ઉર્ફ જાહિદ શેખ- ઉમરની જેમ આ પણ એક વિદેશી આતંકી છે અને નાટો ફોર્સિઝ વિરુદ્ધ લડાઈ લડી ચૂક્યો છે. સુરક્ષાબળોને તેની પણ તલાશ છે. તાલિબાની આતંકીઓની સાથે ટ્રેનિંગ લઈ કાશ્મીરમાં ઘૂસણખોરી કરના ઝાહિદ શેખની સુરક્ષાબળો શોધખોળ કરી રહ્યા છે.

9. ઝાવેદ મટ્ટૂ ઉર્ફ સાકિબ- નોર્થ કાશ્મીરમાં અલ-બદરનો ડિવિઝનલ કમાન્ડર ઝાવેદ મટ્ટૂ પણ અમિત શાહની લિસ્ટમાં સામેલ છે.

10. એઝાઝ અહમદ મલિક- આ યાદીમાં આખરી નામ એઝાઝ અહમદ મલિકનું છે જે કુપવાડાનો રહેવાસી જણાવવામાં આવી રહ્યો છે. તેના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે એઝાઝ વર્ષ 2018માં આતંકી બન્યો હતો. સુરક્ષાબળોને તેની પણ તલાશ છે. જણાવી દઈએ કે પુલવામા હુમલા બાદ સુરક્ષાબળોએ 101 આતંકવાદીઓને ઠાર માર્યા જેમાં 25 વિદેશી અને 76 કાશ્મીરી આતંકી સામેલ છે.

ગુજરાતમાં જળસંકટ: જે પાણી પશુ પીવે છે, તે પીવા માટે મજબુર ગુજરાતમાં જળસંકટ: જે પાણી પશુ પીવે છે, તે પીવા માટે મજબુર

English summary
amit shah prepared list of top 10 active terrorists in kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X