NCPને આપેલા સમય પહેલા મહારાષ્ટ્રમાં કેમ લાગ્યુ રાષ્ટ્રપતિ શાસન, અમિત શાહે જણાવ્યુ કારણ
મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યા ત્યારબાદ તમામ પક્ષોના નેતાઓએ રાજ્યપાલ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. પરંતુ આ તમામ આરોપો પર ગૃહમંત્રી અમિત શાહે ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે કહ્યુ કે જે લોકો રાજ્યપાલ પર ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે તે માત્ર કોરી રાજનીતિ છે. ક્યાંય પણ મારી દ્રષ્ટિએ બંધારણને તોડવા મરોડવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો નથી.

કેમ સમયથી પહેલા લાગ્યુ રાષ્ટ્રપતિ શાસન
વાસ્તવમાં રાજ્યપાલે એનસીપીને મંગળવારે રાતે 8.30 વાગ્યા સુધી સરકાર બનાવવાનો સમય આપ્યો હતો પરંતુ સાંજે લગભગ પાંચ વાગે જ રાજ્યપાલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વાત કરીને રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલી દીધો હતો. જે બાદ રાજ્યપાલ પર આરોપ લાગ્યો હતો કે તેમણે ઉતાવળમાં આ નિર્ણય લીધો. પરંતુ અમિત શાહે આના પર મોટી વાત કહી છે. અમિત શાહે કહ્યુ કે હું તમને જણાવી દઈએ કે કદાચ તે પોતાના સાથીને પૂછતા નથી. બપોરે લગભગ 11.30થી 12.30 સુધી એનસીપીએ રાજ્યપાલને પત્ર લખીને સરકાર બનાવવા વિશે પોતાની અસમર્થતા વ્યક્ત કરી દીધી હતી. તેમણે કહ્યુ હતુ કે આજે રાતે 8.30 વાગ્યા સુધી અમે સરકાર નથી બનાવી શકતા. એવામાં રાજ્યપાલ મહોદયે રાતે 8.30 વાગાય સુધી રાહ જોવાની જરૂર નહોતી.

રાજ્યપાલ પાસે કોઈ વિકલ્પ નહોતો
સરકાર બનાવવા માટે પૂરતો સમય ન આપવાના આરોપ પર અમિત શાહે કહ્યુ કે 18 દિવસ સુધી રાજ્યપાલે રાહ જોઈ, 9 નવેમ્બરના રોજ વિધાનસભાનો સમય પૂરો થઈ ગયો ત્યારબાદ રાજ્યપાલે રેકોર્ડ માટે દરેક પાર્ટીને આમંત્રણ આપ્યુ હતુ. જ્યારે કોઈ પણ પાર્ટી સરકાર બનાવવા માટે ન ગઈ તો રાજ્યપાલ શું કરે. આઝે પણ જો કોઈ પાસે બહુમત હોય તો તે રાજ્યપાલ પાસે જઈ શકે છે, 6 મહિનાનો સમય છે. જ્યાં સુધી લોકોને મોકો આપવાની વાત છે તો આજે પણ રાજ્યપાલ પાસે જઈ શકે છે જો કોઈની પાસે આંકડો હોય તો.
આ પણ વાંચોઃ BRICS: વૈશ્વિક મંદી છતા કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યાઃ પીએમ

આજે પણ મોકો છે
વિપક્ષપર તીખો હુમલો કરતા અમિત શાહે કહ્યુ કે આ મુદ્દે વિપક્ષ કોરી રાજનીતિ કરી રહ્યુ છે. એક બંધારણીય પદ પર સવાલ ઉઠાવવા ખોટુ છે. રાજ્યપાલે બધાને 6 મહિનાનો સમય આપ્યો છે. રાજ્યપાલ મહોદયે યોગ્ય કામ કર્યુ છે આજે શિવસેનાને મોકો આપ્યાને પાંચમો દિવસ છે, ક્યાં છે શિવસેના. અત્યારે બધા પાસે સમય છે, કોઈ પણ જઈ શકે છે. કપિલ સિબ્બલ જેવા વ્યક્તિ દેશ સામેં બાલીશ તર્ક મૂકી રહ્યા છે. આજે પણ મોકો છે, જો તમારી પાસે આંકડો હોય તો સરકાર બનાવવાનો દાવો રજૂ કરો.

શિવસેનાની માંગ સ્વીકાર્ય નથી
શાહે કહ્યુ કે અમે શિવસેના સાથે મળીને ચૂંટણી લડી હતી અને પરિણામ આવ્યા બાદ જ્યારે સાથી પક્ષે એવી શરત મૂકી જે અમે સ્વીકારી નથી શકતા. વળી, જ્યારે શાહને પૂછવામાં આવ્યુ કે શિવસેના સાથે બેઠકમાં શું નિર્ણય થયો તો તેમણે કહ્યુ કે આ અમારી પાર્ટીના સંસ્કાર છે કે બંધ રૂમમાં થયેલી રાજકીય ચર્ચાને સાર્વજનિક નથી કરતા. શાહે કહ્યુ કે જો ભ્રાંતિ ઉભી કરીને શિવસેનાને લાગતુ હોય કે દેશની જનતાની સહાનુભૂતિ મેળવી લેશે તો મને લાગે છે કે તેમને દેશની જનતાની સમજ પર ભરોસો નથ. અમે તો તૈયાર હતા શિવસેના સાથે સરકાર બનાવવા માટે પરંતુ શિવસેનાની માંગ કંઈક એવી હતી જે અમને સ્વીકાર્ય નહોતી.