મણીપુર હિંસા: અમિત શાહે નજીકથી રાખી રહ્યા છે નજર, પડોસી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વાત
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહ મણીપુરમાં સ્થિતિની જીણવાટ પૂર્વક નજર રાખી રહ્યા છે. તેમણે નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયો, મિરઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગા અે અસમના હિમત બિસ્વા સરમા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ પહેલા અમિત શાહએ મણીપુરના મઉખ્યમંત્રી એન બીરેન સિહ સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. તેમણે રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ અને સામાન્ય સ્થિતિ કરવામ માટે ઉઠાવામાં આવેલા પગલા અંગે જાણકારી આપી હતી.

વીડિયો ફોન્સફરન્સથી કરવામાં આવેલ બેઠકમાં મણીપુરના મુખ્યમંત્રી રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ પ્રમુખ, કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્ર સરકારના અધિકારીનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના નિર્દેશો બાદ સીઆરપીએફ અને બીએસએફ સહિત અર્ધ સૈનિક બળોની 12 કંપની બુધારે મણીપુરમાં તૈનાત કરવામાં આવી હતી. ગુરુવારે 14 વધારે મોકલવામાં આવી હતી. શુક્રવારે 8010 કંપનીએ મોકલવાની સંભાવના છે.
હિંસા બાદ રાજ્ય સરકારે તમામ ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દિધી હતી. આ રોક આગામી પાંચ દિવસી સુધી રહેશે. મણીપુર સરકારે વધતી હિંસાને જોતા રિલાયંસ જિયો ફાયપર, એરટેલ એક્ટ્રીમ અને બીએસએનએલ સહિત તમામ બોડબૈન્ડ અને ડેટા પ્રોવાઇડરની સેવા પર રોક લગાવી દિધી છે.
આ સાથે મણીપુર સરકારે વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દિધી છે .મણીપુરમાં અસમ રાઇફલ્સ ની 34 અને સૈનાની 9 કંપનઈઓ તૈનાત કરી છે. જો કે, અત્યાર પણ મણીપુરમાં બદલાવ થમવાનું નામ નથી લઇ રહ્યુ.












Click it and Unblock the Notifications
