For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગુમ' થયા ગૃહમંત્રી અમિત શાહ! NSUI નેતાએ દિલ્લી પોલિસમાં નોંધાવાઈ Missing Complain

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુમ થઈ ગયા છે, તેમની સામે દિલ્લી પોલિસમાં એક વ્યક્તિએ મિસિંગ રિપોર્ટ નોંધા્વ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુમ થઈ ગયા છે, તેમની સામે દિલ્લી પોલિસમાં એક વ્યક્તિએ મિસિંગ રિપોર્ટ નોંધા્વ્યો છે. વાસ્તવમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરનો કહેર દેશ પર ગંભીર રીતે તૂટી પડ્યો છે. આરોગ્ય વ્યવસ્થા કથળી જવાથી કેન્દ્ર સરકાર અને મંત્રીઓની ચારે તરફથી ટીકા થઈ રહી છે. નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઈન્ડિયા(એનએસયુઆઈ)ના રાષ્ટ્રીય મહાસચિવ નાગેશ કરિયપ્પાએ ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધીને હવે પોલિસમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે.

amit shah

કોરોના વાયરસ સામે સરકારની નીતિઓની ટીકા કરીને નાગેશ કરિયપ્પાએ કહ્યુ કે જ્યારે દેશ ઘાતક બિમારીથી પીડિત છે અને દરેક નાગરિક સંકટમાં છે એવામાં આપણા રાજનેતાઓ પોતાની ફરજો અને જવાબદેહીને છૂપાવાની કોશિશ કરી રહ્યા છે. અમિત અનિલચંદ્ર શાહ સામે બુધવારે મિસિંગ રિપોર્ટ નોંધાવીને નાગેશ કરિયપ્પાએ કેન્દ્ર સરકાર સામે પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે. તેમણે કહ્યુ કે આપણા કેન્દ્રીય નેતા આ સંકટની ઘડીમાં ભાજપ સરકાર પ્રત્યે નહિ પરંતુ આખા દેશ પ્રત્યે જવાબદેહ છે.

ચમત્કાર! મોતના બે કલાક બાદ ફરીથી જીવતી થઈ મહિલા અને બોલી...ચમત્કાર! મોતના બે કલાક બાદ ફરીથી જીવતી થઈ મહિલા અને બોલી...

નાગેશ કરિયપ્પાએ અમિત શાહને પૂછ્યુ કે તમે દેશના ગૃહમંત્રી છો કે ભાજપના? તેમણે કહ્યુ, 'અમે કોરોના વાયરસ મહામારીથી પીડિત લોકોની મુશ્કેલીઓ સમજી રહ્યા છે પરંતુ સરકારના મંત્રી પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે.' ગુમ થયાનો રિપોર્ટ નોંધાવીને તેમણે કહ્યુ કે દેશના ગૃહમંત્રી જલ્દી શોધી લેવામાં આવશે ત્યારબાદ તે પોતાની ફરજોનુ પાલન કરશે. એનએસયુઆઈના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ મીડિયા પ્રભારી લોકેશ ચુગે કહ્યુ કે વર્ષ 2013 સુધી દેશના રાજનેતા દેશના નાગરિકો પ્રત્યે જવાબદાર હતા પરંતુ ભાજપની સરકાર સત્તામાં આવ્યા બાદ મહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

English summary
Amit Shah's missing report filed in Delhi Police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X