For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા પર સુપ્રીમના ચુકાદા બાદ અમિત શાહે બધા રાજ્યોના CMને કહી આ વાત

મીડિયા રિપોર્ટ્સ મુજબ અમિત શાહે બધા સીએમને અપીલ કરી છે કે તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી બધા પગલા લે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા પહેલા ઘણી રાજ્યોના સંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. કોઈ અનહોનીથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટનુ જજમેન્ટ આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યુ કે તે પોતાના રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અમિત શાહે બધા સીએમને અપીલ કરી છે કે તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી બધા પગલા લે.

કાયદાકીય વિવાદને મળ્યુ અંતિમ રૂપ

કાયદાકીય વિવાદને મળ્યુ અંતિમ રૂપ

તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી ચાલેલી અયોધ્યા સુનાવણી બાદ શનિવારે 2 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. ન્યાયાલયના ચુકાદા બાદ ગૃહમંત્રીએ કહ્યુ કે તે રામજન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સ્વાગત કરે છે. દશકોથી ચાલી આવતા રામ જન્મભમિના આ કાયદાકીય વિવાદને આજે આ નિર્ણયથી અંતિમ સ્વરુપ મળ્યુ છે. હું ભારતની ન્યાયપ્રણાલી તેમજ બધા ન્યાયમૂર્તિઓને અભિનંદન આપુ છુ. તેમણે આગળ લખ્યુ, રામ જન્મભૂમિ કાનૂની વિવાદ માટે પ્રયાસરત બધી સંસ્થાઓ, આખા દેશનો સંત સમાજ અને અગણિત અજ્ઞાત લોકો જેમણે વર્ષો સુધી પ્રયાસ કર્યા હું તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છુ.

મીલનો પત્થર સાબિત થશે ચુકાદો

મીલનો પત્થર સાબિત થશે ચુકાદો

પોતાના ટ્વીટમાં ગૃહમંત્રી અમિત શાહે આગળ લખ્યુ કે, મને પૂર્ણ વિશ્વાસ છે કે વિશ્વાસ છે કે સર્વોચ્ચ ન્યાયલય દ્વારા આપવામાં આવેલ આ ઐતિહાસિક નિર્ણય પોતાનામાં એક મીલનો પત્થર સાબિત થશે. આ નિર્ણય ભારતની એકતા, અખંડતા અને મહાન સંસ્કૃતિને વધુ બળ આપશે. હું બધા સમુદાયો અને ધર્મના લોકોને અપીલ કરુ છુ કે આપણે આ નિર્ણયને સહજતાથી સ્વીકારીને શાંતિ અને સૌહાર્દથી પરિપૂર્ણ એક ભારત-શ્રેષ્ઠ ભારતના પોતાના સંકલ્પ પ્રત્યે કટિબદ્ધ રહીએ.

આ પણ વાંચોઃ અયોધ્યા કેસમાં SCના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યુ પાકિસ્તાન, જાણોઆ પણ વાંચોઃ અયોધ્યા કેસમાં SCના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યુ પાકિસ્તાન, જાણો

ચુકાદા પહેલા થઈ હતી ઉચ્ચ સ્તરીય બેઠક

ચુકાદા પહેલા થઈ હતી ઉચ્ચ સ્તરીય બેઠક

કોર્ટનો ચુકાદો આવતા પહેલા દેશભરમાં સુરક્ષાની વ્યવસ્થાની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. એનએસએ અજીત ડોભાલ, આઈબી પ્રમખ અરવિંદ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારી આ બેઠકમાં શામેલ થયા છે. તમને જણાવી દઈએ કે પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈ, ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ અબ્દુલ નઝીરની બંધારણીય પીઠે આ ચુકાદો સંભળાવ્યો છે.

English summary
Amit Shah said this to CMs of all states after ayodhya verdict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X