For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાનઃ CAA ન વાંચ્યુ હોય તો ઈટાલિયનમાં એનો અનુવાદ મોકલી દઉ છુ

નાગરિકતા સુધારા કાયદા વિશે અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સેવા દળ દ્વારા સ્વતંત્રતા સંગ્રામ સેનાની વીર સાવરકર પર વહેંચવામાં આવેલા વાંધાજનક પુસ્તક પર રાજકીય સંગ્રામ ચાલુ થઈ ગયો છે. બુકલેટમાં દાવો કરવામાં આવ્યો છે કે વીર સાવરકરના નાથૂરામ ગોડસે સાથે શારીરિક સંબંધ હતા. આ વિશે શિવસેના સાંસદ સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ છે કે કોંગ્રેસ મતબેંકની રાજનીતિ માટે વીર સાવરકરની વિરુદ્ધ બોલી રહ્યા છે. વળી, શાહે નાગરિક સુધારા કાયદા માટે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ.

રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાનઃ અમિત શાહ

રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાનઃ અમિત શાહ

નાગરિકતા સુધારા કાયદા વિશે અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે જો આ બધા દળ એક સાથે આવી જાય તો પણ ભાજપ નાગરિકતા સુધારા કાયદા મુદ્દે એક ઈંચ પણ પાછળ નહિ હટે. તમે ભલે ગમે તેટલી અફવા ફેલાવો. આ એક્ટ માટે એક વાર ફરીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા શાહે કહ્યુ, ‘તમે(રાહુલ ગાંધી) કાયદો વાંચ્યો હોય તો ક્યાંય પણ ચર્ચા કરવા માટે આવી જાવ. ન વાંચ્યો હોય તો હું ઈટાલિયનમાં એનો અનુવાદ કરીને મોકલી દઉ છુ, એને વાંચી લેજો.'

આ પણ વાંચોઃ સુસાઈડની આગલી રાતે શું બોલ્યા હતા કુશલ પંજાબી, પિતાએ તોડ્યુ મૌનઆ પણ વાંચોઃ સુસાઈડની આગલી રાતે શું બોલ્યા હતા કુશલ પંજાબી, પિતાએ તોડ્યુ મૌન

‘કોટામાં બાળકોની ચિંતા કરો ગહેલોતજી'

‘કોટામાં બાળકોની ચિંતા કરો ગહેલોતજી'

શાહે કહ્યુ કે વિપક્ષના લોકો દેશને ભરમાવી રહ્યા છે કે આનાથી ભારતના મુસલમાનોની નાગરિકતા જતી રહેશે પરંતુ હું તમને બધાને આશ્વસ્ત કરવા ઈચ્છુ છુ કે આ કાયદો નાગરિકતા આપવા માટે છે, કોઈની નાગરિકતા છીનવા માટે નહિ. વળી, સીએમ અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યુ કે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવાના બદલે તમે (અશોક ગહેલોત) કોટામાં રોજ થઈ રહેલા બાળકોના મોત પર ધ્યાન આપો, તમને માતાઓની હાય લાગી રહી છે.

English summary
amit shah says- congress speaking against great personality like veer Savarkar for vote bank politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X