દેશમાં એકપણ ગેરકાયદેસર ઘૂસણખોરને રહેવા નહિ દઈએઃ અમિત શાહ
ગેરકાયદેસર અપ્રવાસીઓ વિશે અમિત શાહે કહ્યુ કે દેશમાં એક પણ ગેરકાયદેસર ઘૂસણખોરને રહેવા નહિ દઈએ. અસમમાંથી એનઆરસી મુદ્દાને ઝડપથી પૂરો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના અસમ પ્રવાસે પહોંચ્યા જે રાષ્ટ્રીય રજિસ્ટર (એનઆરસી) નો રિપોર્ટ જાહેર થયા બાદનો તેમનો આ પહેલા પ્રવાસ છે. અમિત શાહે રવિવારે કહ્યુ કે અનુચ્છેદ 371થી કોઈ છેડછાડ કરવામાં નહિ આવે. આ અનુચ્છેદ અસમ સાથે પૂર્વોત્તરના બધા રાજ્યોને વિશેષ દરજ્જો આપે છે. ગેરકાયદેસર અપ્રવાસીઓ વિશે શાહે કહ્યુ કે દેશમાં એક પણ ગેરકાયદેસર ઘૂસણખોરને રહેવા નહિ દઈએ. અસમમાંથી એનઆરસી મુદ્દાને ઝડપથી પૂરો કરવામાં આવ્યો છે.

અમિત શાહે નોર્થ ઈસ્ટ કાઉન્સિલના 68માં પૂર્ણ સત્રને સંબોધિત કરતા કહ્યુ કે ભારતીય બંધારણનુ અનુચ્છેદ 371 એક વિશેષ જોગવાઈ છે. ભાજપ સરકારે અનુચ્છેદ 371નું સમ્માન કરે છે અને એમાં કોઈ પણ પ્રકારે ફેરફાર નહિ થા. તેમણે આરોપ લગાવ્યો કે અનુચ્છેદ 370 ખતમ થયા બાદ વિપક્ષી દળોએ એક અભિયાન ચલાવીને અનુચ્છેદ 371ને હટાવવાની અફવા ફેલાવી. મે સંસદમાં સ્પષ્ટતા કરી હતી અને અહીં પણ કહેવા ઈચ્છુ છુ કે આને હટાવવામાં નહિ આવે. અનુચ્છેદ 370 અસ્થાયી વ્યવસ્થા હતી. જ્યારે અનુચ્છેદ 371 એક વિશેષ જોગવાઈ છે. બંનેમાં આ મૂળ ફેરફાર છે.
ગૃહમંત્રીએ કહ્યુ કે આ મુદ્દે ઘણા બધા લોકો ઘણા પ્રકારના પ્રશ્ન ઉઠાવે છે પરંતુ તેમણે આ સ્પષ્ટ રીતે સમજી લેવુ જોઈએ કે અમે એક પણ ઘૂસણખોરને દેશમાં રહેવા નહિ દઈએ. એનઆરસી મુદ્દે અમે લોકો સાથે પ્રતિબદ્ધ છીએ. અમિત શાહે કહ્યુ કે એનઆરસીને નક્કી સમયે પૂરુ કરવામાં આવ્યુ છે. શાહ ઉત્તર-પૂર્વ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે. તેમણે અહીં 8 ઉત્તર-પૂર્વી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ વાતચીત કરી. અસમના 3 કરોડ 30 લાખ 27 હજાર 661 લોકોએ એનઆરસી માટે ફોર્મ ભર્યા હતા. 31 ઓગસ્ટના રોજ જાહેર થયેલ લિસ્ટમાં ત્રણ કરોડ 11 લાખ 21 હજાર 4 લોકોના નામ આવ્યા. જ્યારે 19 લાખ 6 હજાર 657 લોકોના નામ લિસ્ટમાં શામેલ નહોતા.












Click it and Unblock the Notifications
