For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘૂસણખોરો સપા, બસપા અને કોંગ્રેસની વોટબેંક છેઃ અમિત શાહ

ઘૂસણખોરો સપા, બસપા અને કોંગ્રેસની વોટબેંક છેઃ અમિત શાહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિપક્ષી દળ પર આકરો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટી માટે ઘૂસણખોરો માત્ર એક વોટર છે. પરંતુ ભાજપ માટે ઘૂસણખોરો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દો છે. શાહે રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહ પર નિશાન સાધતા કહ્યું કે 40 લાખ ઘૂસણખોરોની જેવી ઓળખાણ થઈ કે આ લોકોએ સંસદમાં શોર મચાવી દીધો હતો.

વિપક્ષ માટે ઘૂસણખોરો વોટબેંક છે, અમારા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો

વિપક્ષ માટે ઘૂસણખોરો વોટબેંક છે, અમારા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો

અમિત શાહે રવિવારે મધ્ય પ્રદેશની ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર આકરો હુમલો કર્યો. એમણે કહ્યું કે દિગ્ગજ રાજા અને રાહુલ બાબાએ સંસદમાં શોર મચાવવાનું શરૂ કરી દીધું છે. આસામમાં એનઆરસી ડ્રાફ્ટ અંતર્ગત 40 લાખ ઘૂસણખોરોની ઓળખાણ થઈ છે. કોંગ્રેસ, સપા અને બસપા માટે માત્ર વોટ બેંક છે જ્યારે અમારા માટે આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દો છે. જણાવી દઈએ કે નેશનલ સિટિઝન રજિસ્ટરની શરૂઆત 1951માં થઈ હતી.

28 નવેમ્બરે ચૂંટણી

28 નવેમ્બરે ચૂંટણી

મધ્યપ્રદેશમાં રેલીને સંબોધિત કરતા શાહે કહ્યું કે આ માત્ર ભાજપમાં જ સંભવ છે કે એક ગરીબ વ્યક્તિ, ચાય વેચનાર, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ન રહી હોય, દુનિયાના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન બની જાય. જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં આગામી 28 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી છે, એવામાં તમામ રાજનૈતિક દળ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવવા મથી રહ્યા છે. અહીં કુલ 230 વિધાનસભા સીટ છે, જેના પર 28 નવેમ્બરે મતદાન થશે.

અમિત શાહના દાવા પર સવાલ

અમિત શાહના દાવા પર સવાલ

જેવી રીતે અમિત શાહે એનઆરસીના મુદ્દાને મધ્ય પ્રદેશની રેલીમાં ઉઠાવતાં 40 લાખ લોકોની ઘૂસણખોરી જણાવી છે તેના પર એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે આમાં હજુ પણ સંશોધન કરી શકાય છે તો આ લિસ્ટને અંતિમ કઈ રીતે માની લેવાય. ગૃહમંત્રી રાજનાથ સિંહ કહી ચૂક્યા છે કે જે લોકોના નામ આના પર સામેલ નથી તે પોતાની અરજી આપી શકે છે. જણાવી દઈએ કે સેનાના જવાન, સરકારી નોકરી કરતા લોકોનાં નામ એનઆરસીમાં સામેલ નથી.

દિલ્હીના 400 પેટ્રોલપંપ આ દિવસે બંધ રહેશે, જાણો કારણદિલ્હીના 400 પેટ્રોલપંપ આ દિવસે બંધ રહેશે, જાણો કારણ

English summary
Amit Shah says infiltrators are mere vote bank for SP BSP and congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X