રાહુલ ગાંધી આતંકીઓ સાથે ILU-ILU કરી શકે છે પરંતુ અમે તેમને જડબાતોડ જવાબ આપીશુઃ અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી આતંકીઓ સાથે ઈલુ-ઈલુ કરી શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આતંકીઓને જડબાતોડ જવાબ આપશે. અમિત શાહે મંગળવારે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર આ હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી છાવણીઓ પર એર સ્ટ્રાઈક બાદ રાહુલ ગાંધીની કોંગ્રેસ શોકમાં હતી. હું રાહુલ બાબાને કહેવા ઈચ્છુ છુ કે જો તમે આતંકીઓ સાથે ઈલુ ઈલુ કરવા ઈચ્છતા હો તો તમે કરી શકો છે પરંતુ લોકોએ એ યાદ રાખવુ જોઈએ કે આ ભાજપ છે કે જે સત્તામાં છે અને અમે એ વાતનો ભરોસો આપીએ છીએ કે આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

amit shah

ભાજપ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી હિંદુઓને બદનામ કરી રહ્યા છે. તમે સમગ્ર હિંદુ સમાજને દુનિયામાં બદનામ કર્યો છે. રાહુલ ગાંધીએ લોકો પાસે ચૂંટણી પહેલા માફી માંગવી જોઈએ. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં એ નક્કી કરવુ મુશ્કેલ છે કે આ ભારતમાં છે કે પાકિસ્તાનમાં. એટલુ જ નહિ નાગપુરમાં કોંગ્રેસ ઉમેદવાર પર પલટવાર કરતા કહ્યુ કે કોંગ્રેસને અહીં રહેતો કોઈ ઉમેદવાર ના મળ્યો અને બહારથી ઉમેદવાર લઈને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જે રીતે જમ્મુ કાશ્મીર માટે અલગ પ્રધાનમંત્રીની માંગ કરી છે તેના પર અમિત શાહે કહ્યુ કે ઉમર અબ્દુલ્લા કહી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરના અલગથી પ્રધાનમંત્રી હોવા જોઈએ, હું રાહુલ બાબા અને ઉમર અબ્દુલ્લાને જણાવી દેવા ઈચ્છુ છે કે કાશ્મીર ભારતથી અલગ નહિ થઈ શકે પછી ભલે અમે સત્તામાં હોય કે ના હોય. ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલે લોકસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થવાનું છે જ્યારે અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ થશે. ચૂંટણી પરિણામો 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X