For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે દુનિયામાં કોઈ પણ ભારતની સીમા કે સેના સાથે પંગો લેવાની હિંમત ના કરી શકેઃ દુશ્મન દેશોને અમિત શાહે ચેતવ્યા

અમિત શાહે કહ્યુ કે, 'આજે ભારત આઝાદી પછી આંતરિક અને બાહ્ય સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી વધુ સુરક્ષિત છે કારણ કે અમારી નીતિઓ સ્પષ્ટ છે.'

|
Google Oneindia Gujarati News
amit shah

Amit Shah in India Conclave: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈન્ડિયા કૉન્ક્લેવમાં બોલતા કહ્યુ કે આજે ભારતની સ્થિતિ ખૂબ મજબૂત છે. દુનિયામાં કોઈ પણ આજે ભારતની સીમા કે સેના સાથે છેડછાડ ના કરી શકે. અમેરિકા અને ઈઝરાયેલ બાદ ભારત એક એવો દેશ છે જેનાથી કોઈ પંગો લેવાની હિંમત નથી કરી શકતુ. અમિત શાહે પોતાના ભાષણથી દુશ્મન દેશોને ચેતવ્યા છે.

અમિત શાહે કહ્યુ કે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા ભારત પાસે સંરક્ષણ નીતિ નહોતી પરંતુ આજે છે. અમિત શાહે કહ્યુ કે, 'આજે ભારત આઝાદી પછી આંતરિક અને બાહ્ય સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી વધુ સુરક્ષિત છે કારણ કે અમારી નીતિઓ સ્પષ્ટ છે. ભારતની સરહદ અને સેના સાથે આજે દુનિયામાં કોઈ છેડછાડ કરી શકે તેમ નથી. મોદીજી વડાપ્રધાન બન્યા તે પહેલા કોઈ સંરક્ષણ નીતિ નહોતી.'

Puneeth Rajkumar Birthday: પુનીત રાજકુમાર દીકરીઓ માટે મૂકી ગયા છે આટલા કરોડની સંપત્તિ, દાન કરી હતી આંખોPuneeth Rajkumar Birthday: પુનીત રાજકુમાર દીકરીઓ માટે મૂકી ગયા છે આટલા કરોડની સંપત્તિ, દાન કરી હતી આંખો

અમિત શાહે કહ્યુ, 'ભારતના સ્ટ્રાઈક (હુમલા) પછી, દુનિયાને ખબર પડી કે અમેરિકા અને ઈઝરાયેલ પછી ભારત ત્રીજો દેશ છે જેની સાથે કોઈ પંગો લેવાની હિંમત કરી શકે નહીં.'

સ્વરા-ફહાદના રિસેપ્શનમાં સ્ટાર્સની સાથે નેતાઓનો પણ જમાવડો, રાહુલ ગાંધી, કેજરીવાલ, અખિલેશ યાદવે કરી ઉજવણીસ્વરા-ફહાદના રિસેપ્શનમાં સ્ટાર્સની સાથે નેતાઓનો પણ જમાવડો, રાહુલ ગાંધી, કેજરીવાલ, અખિલેશ યાદવે કરી ઉજવણી

અમિત શાહે વધુમાં કહ્યુ હતુ કે, ભારત હાલમાં બાહ્ય અને આંતરિક સુરક્ષાની દૃષ્ટિએ સૌથી સુરક્ષિત દેશ છે. તેમણે કહ્યુ, 'દુનિયામાં કોઈ પણ ભારતીય સેના અને ભારતીય સરહદો સાથે રમી શકે નહીં. અમે દરેક દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ સાથે જ અમે કોઈપણ પ્રકારની દખલગીરી સહન નહીં કરીએ.'

Ramzan 2023: ભારતમાં ક્યારે શરુ થાય છે રમઝાન? જાણો કેમ મનાવાય છે રમઝાન, કેમ રાખવામાં આવે છે રોજાRamzan 2023: ભારતમાં ક્યારે શરુ થાય છે રમઝાન? જાણો કેમ મનાવાય છે રમઝાન, કેમ રાખવામાં આવે છે રોજા

English summary
Amit Shah says today no one in the world dares to mess with India's border or army
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X