For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મૃતિ ઇરાની અને અમિત શાહની શપથવિધિ, બન્યા રાજ્ય સભાના સાંસદ

અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ લીધા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ. દિલ્હીમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ. સાંસદ બન્યા પછી શાહ એલ.કે અડવાણીને મળવા પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

દિલ્હી ખાતે આજે ગણેશચતુર્થીના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા. ઉલ્લેખનીય છે કે ગત 8 ઓગસ્ટના રોજ થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભારે રસાકસી પછી ભાજપમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઇરાની તથા કોંગ્રેસમાંથી અહેમદ પટેલની રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી થઇ હતી. તે પછી અમિત શાહે અને સ્મૃતિ ઇરાનીએ ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ શપથવિધિ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા.

Amit shah

નોંધનીય છે કે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા પછી અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના દિલ્હી ખાતેના નિવાસ્થાને તેમને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં બન્ને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવનારા સમયમાં ભાજપના ચાણક્ય તેવા અમિત શાહ દ્વારા આ ચૂંટણીમાં જીતવા માટે શું તાજવીજ હાથ ધરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું.

English summary
Delhi: BJP President Amit Shah and Union Minister Smriti Irani takes oath as Rajya Sabha MP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X