For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડમાં બોલ્યા અમિત શાહ, અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો

ઝારખંડમાં બોલ્યા અમિત શાહ, અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફુંકી દીધું છે. બુધવારે ઝારખંડના જામતાડા પહોંચેલ અમિત શાહે 'જોહર જન' યાત્રાનો શુભારંભ કર્યો. આ દરમિયાન તેમણે સભાને સંબોધિત કરતા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું. ભાજપ અધ્યક્ષે કહ્યું કે મોદીજીએ અનુચ્છેદ 370 હટાવી કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું તો વિપક્ષીઓ પરેશાન થવા લાગ્યા. કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોર્ચાએ સંસદમાં તેના વિરોધમાં વોટિંગ કર્યું. રાહુલ ગાંધી સ્પષ્ટ કરે કે તેઓ 370 હટાવવાના પક્ષમાં છે કે વિરોધમાં.

amit shah

ભાજપના અધ્યક્ષે કહ્યું કે જ્યારે અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો રાહુલ ગાંધી તેનો વિરોધ કરતા રહ્યા, એર સ્ટ્રાઈક કરીએ તો સાબિતી માંગે છે. જેએનયૂમાં ભારત વિરોધી નારા લાગે છે, તો તેઓ તેમની સાથે જઈને ઉભા રહી જાય છે, હવે નક્કી કરી લો અને દેશની જનતાને જણાવો કે તમે કઈ દિશામાં જવા માંગો છો. હવે ઝારખંડની જનતાને નક્કી કરવાનું છે કે મોદીજી જેમણે અનુચ્છેદ 370 અને 35એ હટાવ્યા છે તેમની સાથે ઉભા રહેવું છે કે તેમની સાથે જેમને અનુચ્છેદ 370 જોઈએ તેમની સાથે.

અમિત શાહે કહ્યું કે વર્ષ 2004-14 દરમિયાન કોંગ્રેસને કેન્દ્રમાં 10 વર્ષ સરકાર ચલાવવાનો મોકો મળ્યો. નાણા પંચમાં કોંગ્રેસે માત્ર 55,200 કરોડ રૂપિયા ઝારખંડને આપી દીધા હતા. મોદીજીએ 14મા નાણાપંચમાં 1,45,345 કરોડ રૂપિયા ઝારખંડને આપવાનું કામ કર્યું. રઘુવરજી જન આશીર્વાદ લઈ નિકળ્યા છે, ઉપર તમે મોદીજીની સરકાર બનાવી છે. અહીં પણ બીજીવાર રઘુવર દાસજીની સરકાર બનાવી દો, આ બંને સરકાર સાથે મળીને ઝારખંડને નંબર 1 પ્રદેશ બનાવી દેશે.

 1100 રૂપિયામાં ઘરે લાવો હોન્ડાની શાનદાર બાઈક, સાથે 7000નું કેશબેક મળશે 1100 રૂપિયામાં ઘરે લાવો હોન્ડાની શાનદાર બાઈક, સાથે 7000નું કેશબેક મળશે

English summary
Amit Shah speaks in Jharkhand, Rahul Gandhi protests if we strike on pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X