For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુ બૉઈલર વિસ્ફોટઃ અમિત શાહે CM પલાની સ્વામી સાથે કરી વાત, મદદનુ આશ્વાસન આપ્યુ

તમિલનાડુમાં નેવેલી સ્થિત લિગ્નાઈટ પાવર પ્લાન્ટમાં બુધવારે મોટી દૂર્ઘટના થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામી સાથે વાત કરી.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુમાં નેવેલી સ્થિત લિગ્નાઈટ પાવર પ્લાન્ટમાં બુધવારે મોટી દૂર્ઘટના થઈ ગઈ છે. પ્લાન્ટમાં બૉઈલર ફાટવાથી થયેલ વિસ્ફોટમાં 6 લોકોના મોત થઈ ગયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. આ બાબતે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી એડાપ્પડી કે. પલાનીસ્વામી સાથે વાત કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ મદદ આપવાનુ આશ્વાસન આપ્યુ છે. તેમણે આ બાબતે ટ્વિટ કર્યુ છે અને ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યુ છે.

Amit shah

ગૃહમંત્રીએ ટ્વિટમાં કહ્યુ, 'તમિલનાડુમાં નેવેલી વિજળી સંયંત્રના બૉઈલરમાં વિસ્ફોટના કારણે જાનમાલના નુકશાન વિશે જાણીને દુઃખી છુ. આ બાબતે તમિલનાડુના મુખ્યમંત્રી એડાપ્પડીના પલાનીસ્વામી સાથે વાત કરી અને તેમણે દરેક સંભવનુ આશ્વાસન આપ્યુ છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળ(સીઆઈએસએફ) રાહત કાર્ય માટે ઘટના સ્થળે હાજર છે. ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છુ.'

તમને જણાવી દઈએ કે સ્ટેજ-2ના બૉઈલર ફાટવાથી આ ધમાકો થયો છે. વિસ્ફોટમાં ઘાયલ લોકોને એનએલસી લિગ્નાઈટ હોસ્પિટલથી લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગભીર જણાવવામાં આવી રહી છે. એવામાં મૃતકોની સંખ્યા વધવાનો અંદેશો છે. એ પ્લાન્ટ તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં છે. કુડ્ડાલોર સ્થિત આ પ્લાન્ટ ચેન્નઈથી 180 કિલોમીટર દૂર છે. પ્લાન્ટની કિંમત ફાયરબિગ્રેડની ટીમ રાહત અને બચાવ કામમાં લાગેલી છે. કુડ્ડાલોર જિલ્લા પ્રશાસન પણ બચાવ દળ સાથે ઘટના સ્થળે છે. દૂર્ઘટનાના કારણે અત્યારે વધુ માહિતી સામે નથી આવી.

મુંબઈમાં ફરીથી લાગુ થઈ કલમ 144, રાતે 9 વાગ્યા પછી નાઈટ કર્ફ્યુ

English summary
Amit shah spoke to tamil nadu cm palaniswami after neyveli power plant boiler blast
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X