મુંબઈમાં ફરીથી લાગુ થઈ કલમ 144, રાતે 9 વાગ્યા પછી નાઈટ કર્ફ્યુ

આખા દેશમાં મુંબઈ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. જેના કારણે ત્યાં મહારાષ્ટ્ર પોલિસે એક મોટો નિર્ણય લીધો છે.

આખા દેશમાં મુંબઈ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. જેના કારણે ત્યાં મહારાષ્ટ્ર પોલિસે એક મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ આખા મુંબઈમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કોઈ પણ સ્થળે લોકોના ભેગા થવા પર રોક રહેશે. સાથે જે પણ આ આદેશનુ ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલિસે લોકોને જરૂરી કામ પડવા પર જ ઘરમાંથી બહાર નીકળવાની સલાહ આપી છે.

mumbai

ડેપ્યુટી પોલિસ કમિશ્નર પ્રણય અશોક તરફથી જારી આદેશ મુજબ ધાર્મિક સ્થળ સહિત તમામ જગ્યાઓ પર લોકોના ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત નિગમો તરફથી નક્કી કરવામાં આવેલ કન્ટેનમેન્ટ ઝોનમાં બધી ગતિવિધિઓ પર રોક રહેશે. માત્ર જરૂરી સેવાઓને જ કન્ટેનમેન્ટ ઝોનમાં મંજૂરી મળશે. વળી, મુંબઈમાં હવે રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે. આ દરમિયાન મેડિકલ અને જરૂરી સામાનોની આપૂર્તિ કરનાર લોકોને છૂટ મળશે. બાકી બધી ગતિવિધિઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. હાલમાં મહારાષ્ટ્ર પોલિસનો આ આદેશ 15 જુલાઈ સુધી લાગુ રહેશે.

આખા દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓની વાત કરીએ તો ભારતમાં કોરોનાના 585,493 કેસ છે. જેમાંથી 3 લાખથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે જ્યારે 2,20,114 કેસ સક્રિય છે. વળી, આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 17,400 લોકોના જીવ જઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે જ્યાં 1,74,761 કેસ સામે આવ્યા છે. આમાં 77,658 કેસ તો દેશની આર્થિક રાજધાનીમાં જ છે. આ સાથે જ મુંબઈમાં 4556 લોકોના મોત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X