હરિયાણા ચૂંટણી પરિણામ 2019: અમિત શાહે CM મનોહર લાલ ખટ્ટરને દિલ્લી બોલાવ્યા
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને ભાજપ હાઈકમાન્ડે દિલ્લી બોલાવ્યા છે. ખટ્ટર આજે બપોરે જ દિલ્લી પહોંચી રહ્યા છે.
હરિયાણાના જે ચૂંટણી પરિણામ આવી રહ્યા છે તેનાથી આ લડાઈ ઘણી રસપ્રદ બની ગઈ છે. ભાજપ અહીં આગળ જરૂર ચાલી રહી છે પરંતુ બહુમતના આંકડાથી દૂર છે. કોંગ્રેસે જબરદસ્ત વાપસી કરી છે અને જેજેપીએ પણ સારુ પ્રદર્શન કર્યુ છે. એવામાં ભાજપને સરકાર બનાવવા માટે જેજેપીની જરૂર પડી શકે છે.

સૂત્રોના હવાલાથી ભાજપે અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલને જેજેપી સાથે વાત કરવાની જવાબદારી સોંપી છે. વળી, ભાજપ પણ જેજેપી સાથે સંપર્ક સાધી રહી છે. આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને ભાજપ હાઈકમાન્ડે દિલ્લી બોલાવ્યા છે. ખટ્ટર આજે બપોરે જ દિલ્લી પહોંચી રહ્યા છે.
માનવામાં આવી રહ્યુ છે કે આ રણનીતિ તૈયાર કરવા માટે કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાની 90 સીટો પર 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી. હરિયાણામાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અનિલ વિજ, સુભાષ બરાલા, દુષ્યંત ચૌટાલા, કેપ્ટન અભિમન્યુ સિંહ, સોનાલી ફોગાટ, રણદીપ સુરજેવાલા જેવા નામ મુખ્ય છે જેમના ભાગ્યનો આજે નિર્ણય થવાનો છે. આમાંથી અમુક આગળ તો અમુક પાછળ ચાલી રહ્યા છે. આ વખતે હરિયાણાની ચૂંટણીમાં ઘણા ખેલાડી પણ રાજકારના મેદાનમાં પોતાનુ ભાગ્ય અજમાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
