અમિત શાહ થકી રામનગરીમાં થશે નમો..નમો!
લખનઉ, 3 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ખાસ અમિત શાહના થકી 6 જુલાઇના રોજ મંદિર નિર્માણ આંદોલન અને હિન્દુત્વનો સંદેશ આપી શકે છે. આની સંપૂર્ણ જાણકારી ભાજપા નેતાઓને આપી દેવાઇ છે. ભાજપાએ અયોધ્યામાં કારસેવાપૂરમ એટલે વિહિપની રાજધાનીને 6 જુલાઇના રોજ ખાસ આ જ ઉદ્દેશ્ય માટે આ બેઠક માટે પસંદ કરાયા છે.
સૂત્રો અનુસાર એ પણ માલૂમ પડ્યું છે કે કાર્યયોજના અનુસાર અમિત શાહ મોદીના દૂત તરીકે ઘણા ગુપ્ત અભિયાનોનો ભાગ બનશે. બીજી બાજું મંગળવારે મેરઠ પહોંચેલા ઉત્તર પ્રદેશ પ્રભારી અમિત શાહે કહ્યું કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અને કોંગ્રેસમાંથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે, અને ભાજપાને એક મજબૂત વિકલ્પના રૂપમાં ઉભરવાની જરૂરીયાત છે.

શાહે દાવો કર્યો કે સાચી રણનીતિથી કામ કરવાનું પરિણામ લોકસભા ચૂંટણીમાં જોવા મળશે, અને રાજ્યમાં પાર્ટીએ અત્યાર સુધી જેટલું સારુ પ્રદર્શન કર્યું છે તેના કરતા પણ વધારે સારુ પ્રદર્શન કરશે અને ઉંચું પરિણામ મેળવશે.












Click it and Unblock the Notifications
