For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આજે રજૂ કરશે જમ્મુ-કાશ્મીર અનામત સુધારા બિલ

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત સુધારા બિલ રજૂ કરશે.

|
Google Oneindia Gujarati News

આજે સંસદ સત્રનો મહત્વનો દિવસ છે. આજે આના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત સુધારા બિલ રજૂ કરશે. સંસદમાં આજે પહેલી વાર દેશના ગૃહમંત્રી અમિત શાહ બિલ રજૂ કરવાના છે.

amit shah

આ બિલ હેઠળ જમ્મુ કાશ્મીર અનામત અધિનિયમ 2004માં સુધારો કરવામાં આવશે જેના દ્વારા આંતરરાષ્ટ્રપીય સીમા પાસે રહેતા લોકોને પણ વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે રહેતા લોકોની જેમ અનામતનો લાભ મળી શકશે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ દ્વારા લગાવવામાં આવેલ અનુચ્છેદ 356ને ચાલુ રાખવાના પ્રસ્તાવ પર ચર્ચા માટે ત્રણ કલાકનો સમય રાખવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીર સંબંધિત પ્રસ્તાવ ઉપરાંત આ બિલ થશે રજૂ

આમ તો આ અઠવાડિયે સંસદમાં ચર્ચા તેમજ રજૂ થનાર બિલોમાં જમ્મુ કાશ્મીર અનામત સુધારા બિલ 2019 ઉપરાંત જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક સુધારા બિલ, ગ્રાહક સંરક્ષણ બિલ, હોમિયોપેથી કેન્દ્રીય સુધારા બિલ 2019, કેન્દ્રીય શિક્ષક સંવર્ગ અનામત બિલ, મોટરયાન સુધારા બિલ 2019 શામેલ છે. સત્ર દરમિયાન લોક પ્રતિનિધિત્વ સુધારો, કંપની સુધારા બિલ, આધાર અને અય વિધિઓ સુધારા બિલ 2019, રાષ્ટ્રીય તપાસ એજન્સી સુધારો, ભારતીય આયુર્વિજ્ઞાન સુધારા બિલ પર ચર્ચા તેમજ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Big Alert: અમદાવાદમાં મોડી રાતે વાવાઝોડા સાથે વરસાદ, આજે આ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઆ પણ વાંચોઃ Big Alert: અમદાવાદમાં મોડી રાતે વાવાઝોડા સાથે વરસાદ, આજે આ સ્થળોએ ભારે વરસાદની સંભાવના

English summary
Amit Shah will table the Jammu and Kashmir Reservation Amendment Bill in the Lok Sabha today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X