વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અમિતાભ બચ્ચન

જોકે અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસનના બ્રાંડ એંબેસડર પણ છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી બિગ બી ગુજરાત પ્રવાસનનો પ્રચાર કરી રહ્યા છે. બંનેના સંબંધો ખૂબ જ મધુર છે અને તેઓ પહેલા પણ ઘણા પ્રસંગે એકબીજાને મળી ચૂક્યા છે. જોકે વડાપ્રધાન અને બિગ બીની આ તાજી મુલાકાતની પાછળના કારણની જાણ થઇ શકી નથી.
Shri Amitabh Bachchan met the Prime Minister. @SrBachchan pic.twitter.com/ms8c0wB1P3
— PMO India (@PMOIndia) December 20, 2014 શનિવારે દિલ્હીમાં મુલાકાત બાદ પીએમઓએ બંનેની એક તસવીર ટ્વિટર પર શેર કરી છે. જેમાં બંનેએ સફેદ કુર્તો અને પાયજામો પહેરી રાખ્યો છે. તેમણે લગભગ એક જેવી શૉલ પણ ઓઢી રાખી છે. મુલાકાત દરમિયાન બંને ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા હતા.
અત્રે જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાનના અમિતાભે વખાણ કરતા તેમાં ભાગ લીધો હતો. જેના ભાગ રૂપે અમિતાભે મુંબઇમાં સફાઇ પણ કરી હતી. મોદી સાથે મુલાકાત કર્યા બાદ અમિતાભે મુંબઇ પહોંચીને ટ્વિટ કર્યું, 'સર્દ દિલ્હી.. ગર્મ મુંબઇ.. હેપ્પી હોમ..'
T 1712 - Cold Delhi .. warm Mumbai ..happy home .. soon happier - grandchildren coming in from the cold to be with their cousin in the warm
— Amitabh Bachchan (@SrBachchan) December 20, 2014 











Click it and Unblock the Notifications
