For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: લાલબાગના રાજાના દ્વારે પહોંચ્યા અમિતાભ અને મુકેશ અંબાણી

બચ્ચન પરિવાર સાથે દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી પણ પોતાના બંને દીકરા અને વહુ શ્લોકા મહેતા સાથે લાલબાગના રાજાના દર્શન કર્યા.

|
Google Oneindia Gujarati News

અત્યારે આખા દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમ ચાલી રહી છે અને તહેવાર હવે પોતાના અંતિમ પડાવ પર છે. સામાન્ય જનતાથી લઈને ખાસ સુધી બધા પોતાના ઘરોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે અને થોડા દિવસ બાદ વિધિ-વિધાન સાથે તેમનુ વિસર્જન કરવામાં આવે છે. આ દરમિયાન મુંબઈ લાલબાગના રાજના દર્શન માટે દૂર દૂરથી લોકો આવે છે. દેશની તમામ મોટી હસ્તીઓ લાઈન લગાવીને બાપ્પાના દર્શન કરે છે. હાલમાં જ અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચને લાલબાગના રાજાના દર્શન કર્યા, બચ્ચન પરિવાર સાથે દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી પણ પોતાના બંને દીકરા અને વહુ શ્લોકા મહેતા સાથે બાપ્પાના દ્વારે માથુ ટેકવતા જોવા મળ્યા.

મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચને કર્યા લાલબાગના રાજાના દર્શન

મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચને કર્યા લાલબાગના રાજાના દર્શન

જો કે તમને જણાવી દઈએ કે આ વખતે ગણપતિ ઉત્સવનો પર્વ 2 સપ્ટેમ્બરથી શરૂ થઈને 12 સપ્ટેમ્બર સુધી છે. જેનો અર્થ એ થયો કે 12 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન થશે. આમ તો ગણપતિ ક્યાંક એક દિવ, ક્યાંક 3 દિવસ, 5, 7 કે ક્યાંક આખા 10 દિવસ માટે બિરાજે છે પરંતુ ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ અનંત ચતુર્દશીના દિવસે જ ખતમ થાય છે અને આ વખતે અનંત ચતુર્દશી 12 સપ્ટેમ્બરના દિવસે છે.

ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

સવારેઃ 06:16 થી સવારે 07:48 સુધી
ફરીથી સવારેઃ 10:51થી સવારે 03:27 સુધી
બપોરેઃ 04:59થી સાંજે 06:30 સુધી
સાંજેઃ (અમૃત, ચલ) - સાજે 06:30થી 09:27 સુધી
રાત્રેઃ 12:23 AM થી 01:52 AM સુધી
ચતુર્દશી તિથિ શરૂ થાય છેઃ 05:06 AM 12 સપ્ટેમ્બર, 2019ના રોજ
ચતુર્દશી તિથિ સમાપ્તઃ 07:35 AM 13 સપ્ટેમ્બર, 2019ના રોજ

આ પણ વાંચોઃ Pics: 11 મહિના અને 11 દિવસ બાદ કેન્સર ફ્રી થઈને ભારત પાછા આવ્યા ઋષિ કપૂરઆ પણ વાંચોઃ Pics: 11 મહિના અને 11 દિવસ બાદ કેન્સર ફ્રી થઈને ભારત પાછા આવ્યા ઋષિ કપૂર

શું છે વિસર્જન?

વિસર્જન શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે કે પાણીમાં વિલીન થવુ, આ સમ્માનસૂચક પ્રક્રિયા છે એટલા માટે ઘરમાં પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવેલી મૂર્તિ વિસર્જિત કરીને તેને સમ્માન આપવામાં આવે છે. અનંત ચતુર્દશી ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્દશીએ અનંત ચતુર્દશીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે અનંતના રૂપમાં હરિની પૂજા થાય છે. પુરુષ જમણા અને મહિલાઓ ડાબા હાથમાં અનંત ધારણ કરે છે. અનંત રાખડી જેવા રૂ કે રેશમના કંકુ રંગમાં રંગાયેલ દોરા હોય છે અને તેમાં ચૌદ ગાંઠો હોય છે. આ દોરાથી અનંતનું નિર્માણ થાય છે.

English summary
On Ganesh Chaturthi, Amitabh Bachchan and son Abhishek joined Mukesh Ambani, sons Anant and Akash and daughter-in-law Shloka at Mumbai’s Lalbaugcha Raja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X