અમિતાભની બે સુપરહિટ ફિલ્મોની બનશે રીમેક

સીએમડીનું કહેવું છે કે તે આ ડીલથી ખૂબ ખુશ છે. તેમને કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં આમાંથી એક ફિલ્મ પર કામ શરૂ કરીશું. બીજી ફિલ્મ પર આવતા વર્ષે કામ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1983માં રિલીઝ થયેલી ફિલ્મ 'અંધા કાનૂન'થી દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે બૉલીવુડમાં પોતાની એન્ટ્રી કરી હતી. તો બીજી તરફ વર્ષ 1986માં રિલીઝ થયેલી ફિલ્મ 'આખિરી રાસ્તા'માં અમિતાભ બચ્ચને ડબલ રોલ કર્યો હતો. આ પહેલાં અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ડોન' અને 'અગ્નિપથ'ની રીમેક બની ગઇ છે. 1973માં આવેલી અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'જંજીર'ના રીમેકને હાલમાં બનાવવામાં આવી રહી છે. તેમાં તેલૂગૂ ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવીના પુત્ર રામચરણ તેજા મુખ્ય ભૂમિકામાં છે. જોવાનું એ છે કે અમિતાભ બચ્ચનની ફિલ્મોની રીમેકને દર્શકો કેવી રીતે જુવે છે.












Click it and Unblock the Notifications
