મોદી સરકારના નવા અમીર અને ગરીબ મંત્રી
નવી દિલ્હી (વિવેક શુક્લા): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના કેબિનેટનો વિસ્તાર કર્યો. શુ તમે જાણો છો કે તેમના કેબિનેટમાં સામેલ નવા મંત્રીઓની કેવી ખરાબ હાલત કેવી છે? એટલે કે તેની કોની આર્થિક સ્થિતી કેવી છે.
સૌથી અમીર વાઇએસ ચૌધરી
જો નવા મંત્રીઓએ ચૂંટણી કમિશનના સોગંધનામા પર વિશ્વાસ કરીએ તો નવા મંત્રીઓમાં તેલૂગૂ દેશમ પાર્ટીના વાઇ.એસ.ચૌધરી સૌથી અમીર છે. તેમની પાસે 189 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે.
ત્યારબાદ નંબર આવે છે જયંત સિંહાનો. તેમની પાસે 55 કરોડથી વધુની ચલ-અચલ સંપત્તિ છે.
મહેશ શર્મા
ત્યારબાદ નંબર આવે છે ડૉ. મહેશ શર્માનો. તેમની પાસે છે 47 કરોડ રૂપિયાથી વધુની ચલ-અચલ સંપત્તિ. તે નોઇડામાં એક હોસ્પિટલના પણ માલિક છે.
મનોહર પર્રિકર
નવા રક્ષા મંત્રી મનોહર પર્રિકર પાસે 2.4 કરોડની સંપત્તિ છે. મનોહર પર્રિકરને ગોવાની સાથે-સાથે દેશના રાજકારણના એક ઇમાનદાર રાજનેતા ગણવામાં આવે છે.
બીજા પણ છે મંત્રી
હરિયાણાના રાજકારણમાં જાણીતા ચહેરા ચૌધરી બીરેન્દ્ર સિંહની પાસે 8 કરોડની સંપત્તિ છે. જો નવા રેલવે મંત્રી સુરેશ પ્રભુની વાત કરીએ તો તેમના ખાતામાં તથા બીજી તમામ સંપત્તિ દોઢ કરોડ રૂપિયાની આસપાસ છે. નવા સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા પાસે બે કરોડથી વધુની ચલ-અચલ સંપત્તિ છે.
બિહારનું લાંબા સમયથી રાજકારણ કરી રહેલા રામ કૃપાલ યાદવની પાસે 1.4 કરોડની સંપત્તિ છે. બીજી તરફ મુખ્તાર અબ્બસ નકવી પાસે 2.6 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પાયલોટમાંથી રાજકારણના મેદાનમાં આવનાર રાજીવ પ્રતાપ રેડ્ડીની પાસે 6.3 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
પ્લંબરમાંથી મંત્રી બનેલા હોશિયારપુરના સાંસદ વિજય સાંપલા પાસે 1.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. નવા મંત્રીઓમાં સૌથી ઓછી ચલ-અચલ સંપત્તિ સાધ્વી નિરંજન જ્યોતિ પાસે છે. તેમની પાસે 4 લાખ રૂપિયાની કુલ સંપત્તિ છે.