અમૃતપાલ સિંહ કારમાં બેસીને ફરાર થયો, પોલીસે ફોટો જારી કર્યા

આ તસવીરો શેર કરીને પંજાબ પોલીસે તેની ધરપકડ કરવા લોકો પાસેથી મદદ માંગી છે. અહીં તમને જણાવી દઈએ કે અમૃતપાલ સિંહને પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે વપરાયેલી કાર મળી આવી છે.

Amritpal Singh

નવી દિલ્હી : પંજાબ અને લંડનમાં ખાલિસ્તાની સમર્થકોને કારણે બબાલનો માહોલ છે ત્યારે હવે પંજાબ પોલીસ એક્શનમાં આવી છે. પંજાબ પોલીસે અમૃતપાલ સિંહ વિરૂદ્ધ NSA લગાવવાની જાહેરાત કરી છે ત્યારે હવે તે ફરાર થયો તેના ફોટો પોલીસે જારી કર્યા છે. અમૃતપાલ સિંહને પોલીસ કસ્ટડીમાંથી ભગાડનારા 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

હાલ પંજાબમાં હંગામાનો માહોલ છે ત્યારે આ કેસમાં પોલીસે અમૃતપાલને ભગાડનારી બ્રેઝા કાર પણ કબજે કરી છે. પોલીસે મનપ્રીત સિંહ, ગુરદીપ સિંહ, હરપ્રીત સિંહ અને ગુરપેશ સિંહની ધરપકડ કરી છે. આ તમામ સામે આર્મ્સ એક્ટ હેઠળ અને આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

અમૃતપાલ સિંહની ધરપકડ બાદ પંજાબ પોલીસે કેટલીક તસવીરો જાહેર કરી છે. આ કાર્યવાહી અંગે માહિતી આપતા પંજાબના આઈજીપી સુખચૈન સિંહ ગિલે કહ્યું કે આ તસવીરો અલગ-અલગ રૂપમાં અમૃતપાલ સિંહની છે.

આ તસવીરો શેર કરીને પંજાબ પોલીસે તેની ધરપકડ કરવા લોકો પાસેથી મદદ માંગી છે. અહીં તમને જણાવી દઈએ કે અમૃતપાલ સિંહને પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે વપરાયેલી કાર મળી આવી છે. આ સિવાય આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે અમૃતપાલ સિંહને ભાગવામાં મદદ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X