BSFના જવાને પોતાના સાથીઓ પર કર્યો ગોળીબાર, 5 જવાનના મોત, ઘણા ઘાયલ
જાબના અમૃતસરમાં બીએસએફના એક જવાને કેમ્પની અંદર સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો છે.
અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં બીએસએફના એક જવાને કેમ્પની અંદર સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો છે જેમાં 5 જવાનોના મોત થઈ ગયા અને ઘણા ઘાયલ છે. તમને જણાવી દઈએ કે અમૃતસરના ખાસા બીએસએફ કેમ્પમાં બીએસએફના જવાને અંધાધૂંધ ફાયરિંગ કર્યુ ત્યારબાદ ગોળી વાગવાથી ઘાયલ થયેલા જવાનોને ગુરુનાનક દેવ હોસ્પિટલમાં ઈલાજ માટે લઈ જવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી બીએસએફના જવાન તરફથી ગોળી ચલાવવાનુ કારણ જાણવા મળી શક્યુ નથી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

વધુ ડ્યુટી લાગવાથી પરેશાન હતો બીએસએફ જવાન
અમૃતસરમાં સીમા સુરક્ષાબળ(બીએસએફ)ના મુખ્યાલયમામં એક જવાનો અંધાધૂંધ ફાયરિંગ કરી દીધુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ઘટના બાદ જવાને ખુદને પણ ગોળી મારી દીધી ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ બીએસએના કૉન્સ્ટેબલ સુતપ્પાએ ગુસ્સામાં આવીને ફાયરિંગ કર્યુ છે. તે મહારાષ્ટ્રનો રહેવાસી છે. કહેવામાં આવી રહ્યુ છે કે વધુ ડ્યુટી લાગવાના કારણે સુતપ્પા પરેશાન હતો. આને લઈને તેની એક અધિકારી સાથે માથાકૂટ પણ થઈ હતી. રવિવારની સવારે તેણે પોતાની રાઈફલથી ફાયરિંગ શરુ કરી દીધુ. ગોળી ચાલ્યા બાદ મેસમાં ભાગદોડ મચી ગઈ અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા. ત્યારબાદ ઘટના સ્થળ પર જ બે જવાનોના મોત થઈ ગયા. બાકીનાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
