60 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં જાણો શું કહ્યું?

60 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં કહ્યું..

અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે ટ્રેન અકસ્માત સર્જાતાં 61થી વધુ લોકોના જીવ ગયા. રાવણ દહન જોવા ગયેલા લોકોએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે રાવણ દહનની સાથે તેમનું જીવન પણ અંધારમય થઈ જશે. એ સમયે તેજ આતશબાજી થવા લાગી, જેવો રાવણ સળગવાનું શરૂ થયું કે આજુબાજુમાં ધૂમાડો છવાઈ ગયો. દરમિયાન અહીંથી ટ્રેન પસાર થઈ. સવાલ ઉઠે છે કે આખરે લોકોની આટલી ભીડ શું ડ્રાઈવરને નહિ દેખાઈ હોય.

ડ્રાઈવરની ઓળખ જાહેર નથી કરી

ડ્રાઈવરની ઓળખ જાહેર નથી કરી

મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રેનના ડ્રાઈવરે કહ્યું કે રાવણ દહનને કારણે આજુબાજુમાં ભારે ધુમાડો છવાઈ ગયો હતો, જેને કારણે ડ્રાઈવર કંઈપણ જોઈ જ ન શક્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રેનના ડ્રાઈવરની ઓળખને જાહેર કરવામાં આવી નથી, ટ્રેનના અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.

આ કારણે થયો અકસ્માત

આ કારણે થયો અકસ્માત

રેલવે વિભાગનું કહેવું છે કે રાવણ દહન જોવા માટે આવેલા લોકોનું પાટા પર એકઠા થવું સ્પષ્ટ રીતે અતિક્રમણ હતું અને રાવણ દહનના કાર્યક્રમ માટે રેલવે દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી. અમૃતસર પ્રશાસન પર આ દોષનો ટોપલો નાખતા ઓફિશિયલ્સે કહ્યું કે સ્થાનિય અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી અને તેમાં નવજોત સિંહ સુદ્ધુની પત્ની પણ સામેલ હતી.

રેલવે વિભાગે દોષનો પોટલો ઢોળ્યો

રેલવે વિભાગે દોષનો પોટલો ઢોળ્યો

રેલવે અધિકારીઓએ કહ્યું કે, "આ મામલે અમને જાણકારી આપવામાં આવી નહોતી અને અમારા તરફથી કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહોતી. આ અતિક્રમણનો સ્પષ્ટ મામલો છે અને સ્થાનિક પ્રશાસન તેના માટે જવાબદાર છે." બીજી બાજુ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે સ્થાનિય પ્રશાસનના કાર્યક્રમની સૂચના રેલવે વિભાગને નહોતી આપવામાં આવી. એમણે કહ્યું કે જો રેલવેને આ મામલે જાણકારી આપવામાં આવત તો તેમના વિભાગ વતી ગાઈડલાઈન્સ નિશ્ચિત રૂપે જારી કરવામાં આવત. ટ્રેનની સ્પીડ વિશે મનોજ સિન્હાએ કહ્યું કે સ્પીડ નિયંત્રણ ટેર્કની સ્થિતિના આધારે લગાવવામાં આવે છે, ન કે ભીડને જોઈને. કહ્યું કે અત્યાર તેમની પ્રાથમિકતા ઘાયલોને વધુમાં વધુ સારવાર અને બીજી સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X