For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન લાપતા, 8 ક્રૂ મેમ્બર સહિત 13 લોકો સવાર હતા

ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન લાપતા, 8 ક્રૂ મેમ્બર સહિત 13 લોકો સવાર હતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં ભારતીય એરફોર્સનું વિમાન AN-32 લાપતા થઈ ગયું છે. આઠ ક્રૂ મેમ્બર્સ સહિત વિમાનમાં 13 લોકો સવાર હતા. વિમાને બપોરે 12.25 વાગ્યે જોરહાટથી ઉડાણ ભરી હતી પરંતુ બપોરે 1 વાગ્યા બાદ વિમાન સાથે કોઈ જ સંપર્ક ન થઈ શક્યો. ભારતીય વાયુસેનાએ IAF AN-32 વિમાનનો પતો લગાવવા માટે એક સુખોઈ-30 લડાકૂ વિમાન અને સી-130 સ્પેશિયલ ઑપ્સ વિમાનને મોકલી દીધાં છે.

indian airforce

વાયુસેનાના અધિકારીઓનું કહેવું છે કે વિમાનને ખોજવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ, વિમાન સાથે જોડાયેલ કોઈપણ જાણકારી હજુ સુધી સામે આવી નથી.

પહેલા પણ લાપતા થયું હતું

2016માં ચેન્નઈથી પોર્ટ બ્લેયર જઈ રહેલ AN-32 વિમાન લાપતા થયું હતું. જેમાં ભારતીય વાયુસેનાના 12 જવાન, 6 ક્રૂ મેમ્બર્સ, 1 નૌસેનિક, 1 સેનાના જવાન અને એક જ પરિવારના 8 સભ્યો હાજર હતા. જેની તલાશમાં એક સબમરિન, 8 વિમાન લગાવવમાં આવ્યાં હતાં. આ વિમાન લાપતા થયું તે એક રહસ્ય બની ગયું હતું જેનો કાટમાળ આજસુધી નથી મળ્યો કે ન તો કોઈ યાત્રી મળ્યા છે.

આ પણ વાંચો- NSA માટે પીએમ મોદીએ ફરીથી જતાવ્યો અજીત ડોવાલ પર ભરોસો, મળશે કેબિનેટ મંત્રીનો દરજ્જો

English summary
AN-32 plane of indian airforce is missing with 13 people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X