નાગપુર-પૂણે હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 7 લોકોના મોત, 13 ઘાયલ

મહારાષ્ટ્રમાં મગળવારના રોજ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત નાગપુર-પૂણે હાઇવે પર એક બસ વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. હાલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત બુલઢાણા જિલ્લામાં થયો હતો. ત્યાં એક બસ પુણેથી માહેકર જઈ રહી હતી, ત્યારે બીજી બાજુથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા, અને 13 લોકો ઘાયલ થયા હતા.

Nagpur-Pune highway accident

એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, બસ મહેકર ડેપોની હતી. બસ મુસાફરોને લઈને જઈ રહી હતી, ત્યારે ઝડપથી આવી રહેલી ટ્રકે તેને ટક્કર મારી હતી. ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. આ સાંભળીને ત્યાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઇ હતી. આ પછી ઘાયલોને સિંદખેદરાજા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ એક મોટો અકસ્માત થયો હતો, જ્યાં એક ટ્રકે કારને ટક્કર મારી હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક દરિયાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલો એક જ પરિવારના છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત અમરાવતીના દરિયાપુર-અંજનગાંવ રોડ પર થયો હતો. કારમાં સવાર લોકો ફેમિલી ફંક્શનમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે તેમને ટક્કર મારી હતી. મૃતકોમાં બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X