For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંપર જીત બાદ આનંદ મહિન્દ્રાએ પીએમ મોદીને ગણાવ્યા દુનિયાના સૌથી શક્તિશાળી નેતા

પ્રધાનમંત્રીની જીત પર બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને પોતાના અંદાજમાં અભિનંદન આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના અત્યાર સુધીના પરિણામોથી આ સાબિત થઈ ગયુ કે દેશમાં નરેન્દ્ર મોદીની લહેર ખતમ થવાના બદલે પહેલાથી વધુ તગડી થઈ છે. આનું પરિણામ છે કે અત્યાર સુધી આવેલા રૂઝાન અને પરિણામમાં ભાજપ એકલા 300ને પાર સીટો મેળવતી દેખાઈ રહી છે. વારાણસી સીટથી પીએમ નરેન્દ્ર મોદી બીજી વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. પીએમ મોદી અને ભાજપન જીત બાદ હવે અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રીની જીત પર બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને પોતાના અંદાજમાં અભિનંદન આપ્યા છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પરિણામ 2019 - આ બોલિવુડ સ્ટાર્સે આપ્યા પીએમ મોદીને અભિનંદનઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પરિણામ 2019 - આ બોલિવુડ સ્ટાર્સે આપ્યા પીએમ મોદીને અભિનંદન

ઈતિહાસનો નવો અધ્યાય ખુલી રહ્યો છે

ઈતિહાસનો નવો અધ્યાય ખુલી રહ્યો છે

આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને લખ્યુ છે કે મારી નજર જ્યારે કાઉન્ટિંગ પર હતી તો મારી આંખો સામે ઈતિહાસનો નવો અધ્યાય ખુલી રહ્યો છે. સત્તાના બે નવા કેન્દ્ર ઉભરીને સામે આવ્યા છે અને એસ્ટાબ્લિશમેન્ટને પડકાર આપ્યો. આનંદ મહિન્દ્રાએ ટ્વીટમાં આગળ કહ્યુ કે હું કોઈ નેતા કે રાજકીય પાર્ટીની વાત નથી કરી રહ્યો. હું વાત કરી રહ્યો છુ દેશની યુવા પેઢી અને મહિલાઓની, નવા મતદારોની કે જે ભારતનું નસીબ બનાવશે.

વિશ્વના સૌથી શક્તિશાળી નેતા

આનંદ મહિન્દ્રા આટલેથી ન રોકાયા તેમણે બીજુ પણ ટ્વીટ કર્યુ અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના સૌથી શક્તિશાળી નેતા ગણાવ્યા. તેમણે ટ્વીટમાં લખ્યુ કે દેશનો આકાર X ઈકોનોમીની સાઈઝ X ચૂંટણીમાં મળેલ જનાદેશનો અર્થ થાય છે રાજનેતાનો પાવર કોસેંટ. આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી શક્તિશાળી અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા છે.

એનડીએને 345 સીટો પર લીડ

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આવેલા પરિણામ અને રૂઝાનમાં એનડીએને 345 સીટો પર લીડ મળેલી છે. જ્યારે યુપીએ 92 સીટો પર અને અન્ય પાર્ટીઓ 105 સીટો પર આગળ ચાલી રહી છે. મોટાભાગની સીટો પર જીતેલા ઉમેદવારના નામનુ એલાન પણ થઈ ચૂક્યુ છે પરંતુ જ્યાં સુધી સંપૂર્ણપણે અધિકૃત એલાન ન થાય ત્યાં સુધી જીત અને હારના ચોક્કસ આંકડા મળી શકે નહિ.

English summary
lok sabha election results 2019: Anand mahindra tweeted congratulations message to PM Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X