Anant Radhika Wedding : ખુદ અંબાણીએ આવીને આમંત્રણ આપ્યુ છત્તા ગાંધી પરિવાર લગ્નમાં નહીં જાય, જાણો કેમ?
Anant Radhika Wedding : દુનિયાભરના સ્ટારને નચાવનારા મુકેશ અંબાણીને ગાંધી પરિવારે ઝટકો આપી દીધો છે. ગાંધી પરિવારે મુકેશ અંબાણીના રૂબરૂ આમંત્રણને ઠુકરાવતા અનંત અંબાણીના લગ્નમાં ન જવાનો નિર્ણય લીધો છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ હાજરી આપશે. હવે અહેવાલ છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ લગ્નમાં હાજરી નહીં આપે. જો કે, સોનિયા ગાંધી અંબાણી પરિવારને શુભેચ્છા પાઠવશે.

આ પહેલા મુકેશ અંબાણીએ 4 જુલાઈએ સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાન 10 જનપથ પહોંચીને અનંત અને રાધિકાના લગ્ન માટે મળીને આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણી પોતે પુત્રના લગ્નમાં ખાસ મહેમાનોને બોલાવવા ગયા હતા.
ગયા મહિને 26 જૂને મુકેશ અંબાણી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા અને તેમને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું.
અનંત-રાધિકાના લગ્નમાં અનેક રાજકીય દિગ્ગજો હાજરી આપવાના છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે ગુરુવારે મુંબઈ જવા રવાના છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં મુકેશ અંબાણીના વર્લ્ડ જિયો સેન્ટરમાં થશે. આ પછી 3મી જુલાઈએ એક આશીર્વાદ સમારોહ અને 14મી જુલાઈએ ભવ્ય રિસેપ્શન યોજાશે.












Click it and Unblock the Notifications
