For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અને વલ્લભ બની ગયાં ‘સરદાર ઑફ નેશન’

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 31 ઑક્ટોબર : ‘અમારી જીત અમારા સરદારને આભારી છે અને અમારા સરદાર વલ્લભભાઈ પટેલ છે.' મહાત્મા ગાંધી સને 1928માં બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોની જીત બાદ જ્યારે ત્યાં પહોંચ્યા, તો મહિલાઓએ તેમને જણાવ્યું કે તેમની જીતનો શ્રેય તેમના સરદારને ફાળે જાય છે અને તેમના સરદાર વલ્લભભાઈ પટેલ છે. મહિલાઓની આ વાત સાંભળતાં જ ગાંધીજી તરત જ બોલી ઉઠ્યાં, ‘વલ્લભભાઈ તમારા સરદાર છે ને? તો હવે આખા દેશના સરદાર થશે.'

Gandhi-Sardar

હાલ તો બૉલીવુડની દુનિયામાં અજય દેવગણની સન ઑફ સરદારની ચર્ચા છે. સન ઑફ સરદાર એટલે કે એસઓએસ એટલે કે સરદારનો પુત્ર, પરંતુ આપણે આજે વાત કરીએ છીએ નેશન ઑફ સરદાર એટલે કે રાષ્ટ્રના સરદારની.

બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ગાંધીજી બારડોલી પહોંચ્યા અને જ્યારે બારડોલીની મહિલાઓએ સત્યાગ્રહની જીતનો શ્રેય પોતાના સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો, તો ગાંધીજીએ વલ્લભભાઈ ને દેશના સરદાર જાહેર કરી દીધાં. ગાંધીજીના આ કથન સાથે જ વલ્લભ સરદાર બની ગયાં. ગાંધીજી સાથે વિચારસરણીના મુ્દે સામાન્ય રીતે જુદાં પડતાં સરદાર પટેલે ગાંધીજી દ્વારા તેમને દેશના સરદાર જાહેર કરાવવાને સર્થક ઠેરવવામાં કોઈ કચાસ બાકી રાખી નહીં.

વડાપ્રધાનની કુર્સીએ લઈ જનાર કોંગ્રેસ પ્રમુખ પદથી દૂર રહ્યાં

સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર રહેલ કોંગ્રેસ પાર્ટીનું પ્રમુખ પદ ઘણી વાર પટેલના હાથમાં આવતાં-આવતાં રહી ગયું. પટેલને કથિત રીતે મુસ્સિલમો પ્રત્યે સખત માનવામાં આવતા હતાં. ગાંધીજી ક્યારેય નહોતાં ઇચ્છતાં કે પટેલ જેવી કથિત કટ્ટર વ્યક્તિને કોંગ્રેસના પ્રમુખ પદે બેસાડવામાં આવે. ગાંધીજીએ દરેક વખતે પટેલ ઉપર પ્રમુખ પદની સ્પર્ધામાંથી બહાર રહેવ માટે દબાણ બનાવ્યું અને ગાંધીજી સફળ પણ રહ્યાં. આ રીતે ગાંધીજીએ પટેલને દેશના સરદાર તો જાહેરકર્યાં, પરંતુ જ્યારે-જ્યારે પક્ષના સરદાર બનવાનો વખત આવ્યો, તેમને રોકી પાડ્યાં.

ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામને હિન્દૂ-મુસ્લિમ એકતા સાથે જોડીને જોવાના સિદ્ધાંતને ફગાવનાર પટેલે ક્યારેય કોઈ પદનો લાલચ રાખ્યો નહોતો, જ્યારે તેઓ જાણતાં હતાં કે કોંગ્રેસ પ્રમુખ પદ એવો હોદ્દો હતો કે જે ભારતની સ્વતંત્રતા બાદ વડાપ્રધાન પદ સુધી લઈ જશે. અને સોનિયા ગાંધી તેમજ સીતારામ કેસરી સિવાય લગભગ મોટાભાગના કોંગ્રેસ પ્રમુખોને વડાપ્રધાન પદની કુર્સી મળતી જ આવી છે.

દેશમાં આઝાદીનો જશ્ન, સરદાર હતાં ચિંતિત

સરદાર પટેલને પોતાને મળેલ સરદારની ઉપાધિ સાર્થક કરવા કોઈ પદની જરૂર નહોતી. એ જ કારણ છે કે જ્યારે સ્વાતંત્ર્ય મળ્યું, તો સમગ્ર દેશ જશ્ન મનાવી રહ્યો હતો, પરંતુ પટેલ ને ચિંતા હતી અખંડ ભારતના નિર્માણની. દેશના સાડા પાંચ સોથી વધુ રજવાડાઓને ભારતીય સંઘમાં ભેળવવાની જવાબદારી તેમણે નિભાવવાની હતી. તેમણે પોતાની કુશાગ્રતા તથા દૃઢતાના બળે 562 રજવાડાઓનો ભારતીય સંઘમાં વિલય કરાવવો હકીકતમાં ‘સરદાર'ની ઉપાધિ સાર્થક કરી બતાવી. આટલું બધું કર્યા પછી પણ જાણે ઘણું બધું બાકી હોય, તેમ લાગે છે. ભારતનું મસ્તકકાશ્મીર, ભુજા જૂનાગઢ અને ચરણ એટલે કે હૈદરાબાદ હજુય રીબાતા હતાં. સમ્પૂર્ણ ભારતનો નક્શો હજુ તૈયાર થવાનું બાકી હતું. અદમ્ય સાહસ અને સરદાર શબ્દને સાર્થક કરતાં પટેલે આ કામો પણ કરી બતાવ્યાં. જોકે કાશ્મીર મુદ્દે જવાહરલાલ નેહરૂની કૂટનીતિક નિષ્ફળતા ડંખ સરદાર ને જીવતાં-જીવ અને આપણાં દેશને હજુય ડંખે છે.

English summary
Bardoli Satyagraha made Vallabh to the nation of sardar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X