વિશાખાપટ્ટનમ ગેસ લીકેજઃ આંધ્ર પ્રદેશ સરકાર મૃતકના પરિજનોને આપશે 1 કરોડનુ વળતર
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ ગુરુવારે ગેસ લીકેજના મૃતકો માટે વળતરનુ એલાન કર્યુ છે.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં ગુરુવારે સવારે એક ફેક્ટરીમાં ગેસ લીકેજ થઈ ગયો. દૂર્ઘટનામાં અત્યાર સુધી 11 લોકોના મોત થઈ ગયા છે અને 800થીવધુ લોકો હોસ્પિટલમાં ભરતી છે. આ ઉપરાંત હજારો લોકો આનાથી પ્રભાવિત છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ ગુરુવારે એલાન કર્યુ કે ઘટનામાં મૃતકોના પરિવારને એક-એક કરોડ રૂપિયાનુ વળતર અને વેંટીલેટર પર રહેનારને 10 લાખ રૂપિયાની રકમ વળતર તરીકે આપવામાં આવશે.

મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પીડિતો માટે વળતરનુ એલાન કર્યુ છે. તેમણે જ્યોર્જ હોસ્પિટલમાં ભરતી પીડિતો સાથે મુલાકાત કરીને તેમની સ્થિતિ જાણી. મુખ્યમંત્રીએ દૂર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર લોકોના પરિજનોને એક-એક કરોડ રૂપિયા અને પીડિતોને 10-10 લાખ રૂપિયા વળતર આપવાનુ એલાન કર્યુ છે. વળી, હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થઈ ચૂકેલા પીડિતોને એક-એક લાખ રૂપિયાની સહાયતા રકમ આપવામાં આવશે.
ગુરુવારે સવારે 2.30 વાગે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમમાં સ્થિત વિશાખા એલજી પૉલિમર કંપનીમાં ખતરનાક ગેસનુ લીકેજ થયુ. જે સમયે આ ઘટના બની ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. આ ઝેરી ગેસના કારણે ફેક્ટરીના ત્રણ કિલોમીટરના વિસ્તાર પ્રભાવિત થયો છે. વળી, સ્થાનિક પ્રશાસન અને નેવીએ પાંચ ગામોને ખાલી કરાવી લીધા છે. લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. ગેસ લીકેજના કારણે લોકોને માથામાં દુઃખાવો, ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થવા લાગી છે. લોકો રસ્તા પર બેભાન અવસ્થામાં જેમતેમ પડેલા જોવા મળ્યા. એમ્બ્યુલન્સ ભરીને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોય તેમને ઑક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
