આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાજીનામુ આપી શકે છે
લોકસભા ચૂંટણીની સાથે 23 મેં દરમિયાન ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટેનો પણ દિવસ છે.
લોકસભા ચૂંટણીની સાથે 23 મેં દરમિયાન ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટેનો પણ દિવસ છે. આંધ્રપ્રદેશના વિધાનસભા ચૂંટણીના અત્યારસુધીના રૂઝનોમાં જગનમોહન રેડ્ડીની વાયએસઆર પાર્ટી 146 સીટો પર આગળ ચાલી રહી છે, જયારે સત્તાધારી તેલગુ દેશમ પાર્ટી ફક્ત 27 સીટો પર આગળ ચાલી રહી છે. અહીં જન સેના પાર્ટી એક સીટ પર આગળ ચાલી રહી છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ આજે મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપી શકે છે. ચંદ્રાબાબુ નાયડુ આજે સાંજે 5 વાગ્યે રાજ્યપાલ સાથે મળીને પોતાનું રાજીનામુ આપી શકે છે. હાલમાં જે ખબર મળી રહી છે તેના અનુસાર વાયએસઆરસીપી નેતા ઉમારેડ્ડી વેંકટેશ્રરલું અનુસાર પાર્ટીના જગનમોહન રેડ્ડી 30 મેં દરમિયાન આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઇ શકે છે.
આ પણ વાંચો: Election Results 2019: કેરળ અને તમિલનાડુમાં ભાજપને 'નો એન્ટ્રી'












Click it and Unblock the Notifications
