Election Results 2019: કેરળ અને તમિલનાડુમાં ભાજપને 'નો એન્ટ્રી'
Election Results 2019: કેરળ અને તમિલનાડુમાં ભાજપને 'નો એન્ટ્રી'
નવી દિલ્હીઃ મોદી લહેર-2માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ અને એનડીએ બીજીવાર આખા દેશમાં મોટી સફળતા હાંસલ કરતા જોવા મળી રહ્યા છે. ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટમાં અગાઉની સરખામણીએ એનડીએને વધુ સીટ મળી રહી છે. કર્ણાટક અને બિહારમાં પણ તેમની સીટમાં વધારો થયો છે. પરંતુ, તમિલનાડુ અને કેરળથી આ વખતે પણ ભાજપના હાથે માત્ર નિરાશા જ લાગી છે.

તમિલનાડુમાં એક સીટ હતી તે પણ ગઈ
તમિલનાડુમાં ભાજપે આ વખતે સત્તાધારી AIADMK અને PMK જેવી પાર્ટીઓ સાથે ચૂંટણી ગઠબંધન કર્યું હતું. ભાજપના અધ્યક્ષ અમિત શાહે ત્યાં હિંદી-હાર્ટલેન્ડની જેમ જાતીય સમીકરણોના હિસાબે ઉમેદવારોને ટિકિટ અપાવવાની પહેલ કરી હતી. પરંતુ લાગે છે કે તમિલનાડુના મતદાતાઓએ તેમની રણનીતિ પર પાણી ફેરવી દીધું છે.

જાણો શું છે ટ્રેન્ડ
અહીં એનડીએના ગઠબંધનને રાજ્યની 39માંથી બપોરે 12.30 વાગ્યા વાગ્યા સુધીમાં માત્ર 3 સીટ પર જ લીડ જોવા મળી હતી. જ્યારે બાકીની સીટો પર રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ડીએમકે-કોંગ્રેસ ગઠબંધનને બઢત મળી હતી. ખાસ વાત છે કે પાછલી વખતે રાજ્યની કન્યાકુમારી સીટ ભાજપે જીતી હતી, પરંતુ આ વખતે ત્યાં પણ ટ્રેન્ડ્સમાં તે પાછળ પડતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે 2014ની ચૂંટણીમાં જ્યારે એઆઈએડીએમકે ચીફ જે જયલલિતા જીવંત હતાં, તો ત્યાં પાર્ટીને એકલા હાથ 37 સીટ પર જીત હાંસલ કરી હતી. પરંતુ આ વખતે ત્યાંની સામાન્ય પરંપરાના હિસાબે વોટરોએ પોતાનું મેન્ડેટ બદલી નાખ્યું છે.

કેરળમાં આ વખતે પણ કમળ ન ખીલ્યું
સાઉથના વધુ એક રાજ્ય કેરળમાં પણ ભાજપે પાછલા કેટલાક વર્ષોમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. પરંતુ સીટોના ટ્રેન્ડ્સમાં તેની પૂરી અપેક્ષાઓ પર પાણી ફરતું જોવા મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
