અંધ વિદ્યાર્થીને માર્યો ઢોર માર, વીડિયો વાઇરલ, પ્રિંસિપલની ધરપકડ

teacher
હૈદરાબાદ, 22 જુલાઇ: આંધ્ર પ્રદેશના કાકીનાડામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અત્રે શાળાના આચાર્ય દ્વારા અંધ વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો કેસ સામે આવ્યો છે. ખુલાસો વીડિયો દ્વારા થયો છે. વીડિયોમાં આચાર્ય અંધ વિદ્યાર્થીને લાકડી વડે ઢોર માર મારી રહ્યા છે. આ મામલામાં શાળાના મેનેજર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અંધ વિદ્યાર્થીનો આ વીડિયો યૂટ્યૂબ પર ખૂબ જ વાયરલ બન્યો છે. વીડિયો કાકીનાડાના ગ્રીનફીલ્ડ રેસિડેંશિયલ શાળાનો છે. જ્યાં પ્રિંસિપલને ત્રણ નેત્રહીન વિદ્યાર્થીઓને ઢોર માર મારતા જોઇ શકાય છે. આ વિદ્યાર્થી આચાર્યને તડપી તડપીને આજીજી કરી રહ્યો છે કે મને માફ કરી દો, તે બૂમો પાડે છે, પરંતુ આચાર્ય વારંવાર તેને ફટકારી રહ્યો છે. આચાર્ય પોતે પણ અંધ છે.

વીડિયો અનુસાર શાળાનો મેનેજર પણ વિદ્યાર્થીઓને મારવામાં વીડિયોમાં દેખાય છે. બે દિવસ પહેલા ઘટેલી આ ઘટના સોમવારે સૌની સામે આવી. સ્થાનીય ટીવી ચેનલોએ આ વીડિયોને પ્રસારિત કર્યો.

આ મામલો સામે આવ્યા બાદ શાળાના મેનેજર અને આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓની વિરુદ્ધ આઇપીસીની ધારા 324 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની ધારા 24 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જુઓ વીડિયો...

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/KW1RwMOYl4k" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X