For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AP Municipal Elections 2021: નગર નિગમ ચૂંટણી માટે કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલુ

આજે આંધ્રપ્રદેશમાં શહેરી સ્થાનિક નગર નિગમની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ આજે આંધ્રપ્રદેશમાં શહેરી સ્થાનિક નગર નિગમની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે જેના માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ચૂંટણીને વાયએસ જગનમોહન રેડ્ડી સરકારના શાસન માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આજે 71 નગરપાલિકાઓ/નગર પંચાયતો અને 12 નગર નિગમો માટે વોટિંગ થઈ રહ્યુ છે. 7915 મતદાન કેન્દ્રો પર 78.91 લાખ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદાન સવારે 7 વાગ્યાથી ચાલુ છે કે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે વોટિંગ બેલેટ પેપરથી થઈ રહ્યુ છે.

Elections

બધા મતદાન કેન્દ્રો પર કોરોના વાયરસથી બચવા માટે જણાવવામાં આવેલી ગાઈડલાઈન્સનુ પાલન કરવામાં આવી રહ્યુ છે. ચૂંટણીના પરિણામો 14 માર્ચે આવશે. તમને જણાવી દઈએ કે ગ્રેટર વિશાખાપટ્ટનમમાં વિસ્તાર થયા બાદ આજે અહીં પહેલી વાર ચૂંટણી થઈ રહી છે. અહીં લગભગ દસ વર્ષ બાદ વોટિંગ થઈ રહ્યુ છે. હાલમાં બધાની નજર ગુંટૂર નગર નિગમ, વિજયવાડા નગર નિગમ અને વિશાખાપટ્ટનમ પર ટકેલી છે કારણકે અહીં ચૂંટણીના પરિણામને રાજ્યની વિવાદિત રાજધાનીના મુદ્દે જનમત સંગ્રહ તરીકે જોવામાં આવશે.

2320 મતદાન કેન્દ્ર અત્યાધિક સંવેદનશીલ

આ ચૂંટણીમાં 78,71,272 મતદારોમાંથી 38,72,264 પુરુષ છે, 39,97,840 મહિલાઓ અને 1168 અન્ય શામેલ છે. નગર નિગમોમાં કુલ મતદારો 48,31,133 અને નગરપાલિકાઓ/નગર પંચાયતોમાં 30,40,139 છે. કુલ 4788 મતદાન કેન્દ્રોમાંથી 2468 મતદાન કેન્દ્રોની ઓળખ સંવેદનશીલ અને 2320 મતદાન કેન્દ્રોની ઓળખ અત્યાધિક સંવેદનશીલ તરીકે કરવામાં આવી છે.

No-confidence motion: ખટ્ટર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવNo-confidence motion: ખટ્ટર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ

English summary
Andhra Pradesh municipal elections 2021: Voting starts from 7. The results will be on 14th March.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X