For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM થી પૈસા નીકળ્યા નહીં તો, લોકોએ લાતો મારી મશીન તોડ્યું

વારંવાર બેંકોના એટીએમ માં પૈસાની અછતને કારણે લોકોને મુસીબતનો સામનો કરવો પડે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

વારંવાર બેંકોના એટીએમ માં પૈસાની અછતને કારણે લોકોને મુસીબતનો સામનો કરવો પડે છે. બેંક આ વાત માનવાથી ઇન્કાર કરે છે કે એટીએમ માં પૈસાની અછત છે. પરંતુ એટીએમ માં લાગેલા સીસીટીવી કેમેરામાં સાફ જોવા મળે છે કે એટીએમ મશીનમાંથી પૈસા નહીં નીકળવાને કારણે લોકો પોતાનો ગુસ્સો અલગ રીતે કાઢી રહ્યા છે. આ આખી ઘટના બેંગલોર માં જોવા મળી છે. અહીં એટીએમ મશીનમાંથી પૈસા નહીં નીકળવાને કારણે ગુસ્સે ભરાયેલા લોકો એટીએમ મશીનને લાતો મારવા લાગ્યા.

atm

ખરેખર જે જગ્યા પર એટીએમ છે ત્યાં લગભગ 20 એટીએમ માં ટેક્નિકલ ખામીને કારણે લોકો પૈસા ઉપાડી શક્યા નહીં. આ એટીએમ મશીનનું ધ્યાન રાખનાર કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટેક્નિકલ સમસ્યાને કારણે લોકોને પૈસા ઉપાડવામાં તકલીફ થઇ રહી છે. જેના કારણે જયારે એક કસ્ટમર એટીએમ પહોંચ્યો અને જયારે પૈસા નીકળ્યા નહીં ત્યારે તેને મશીનને લાતો અને મુક્કા મારવાનું ચાલુ કરી દીધું.

એટીએમ થી પૈસા નહીં નીકળવાને કારણે લોકો એટલા ગુસ્સે થયા છે કે કેટલીક જગ્યા પર લોકોએ કમ્પ્યુટર સ્ક્રીન પણ તોડી નાખી. લોકોએ મશીન સાથે સાથે કાર્ડ રીડર અને કેશ ડિસ્પેન્સર પણ તોડી નાખ્યું. એટીએમ ધ્યાન રાખનાર કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું કે 13 મશીનો ને નુકશાન થયું છે અને છેલ્લા 8 દિવસથી તેઓ તેને સમારકામ કરવા પર ધ્યાન આપી રહ્યા છે.

આ બધા જ મશીનોમાં લાતો અને મુક્કા મારવાને કારણે સમસ્યા આવી છે. ખરેખર એટીએમ આગળ સંવેદનશીલ સેન્સર અને મધરબોર્ડ હોય છે જેને નુકશાન થવાથી તે કામ કરતુ બંધ થઇ જાય છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ દરેક જગ્યા પર ખરાબ મશીનો લઈને જઈ રહ્યા છે અને તેનું સમારકામ કરી રહ્યા છે.

English summary
Angry customers breaks ATM machines in Bengaluru in frustration. At least 13 machines have been broken.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X