For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકો કર્યો રેપના આરોપીનો ન્યાય, ઉતાર્યો મોતને ધાટ

|
Google Oneindia Gujarati News

કોહિમા,6 માર્ચ:નાગાલેન્ડમાં ગુરુવારે રોષે ભરાયેલી ભીડે પોલિસ સ્ટેશન પર કબ્જો કરી રેપના આરોપીને ઉઠાવી ગયા. અને ત્યાર બાદ તેના કપડા ફાડી તેને ઢોર મારી મોતને ધાટ ઉતર્યો.

rape

ભીડનો ગુસ્સો એટલો બધો હતો કે પોલિસને તેને કાબુ કરવી મુશ્કેલ બની ગઇ. લગભગ 4 વાગ્યા આસપાસ 10,000 વિદ્યાર્થીની ભીડે આખા શહેરમાં બળાત્કાર વિરુદ્ધ રેલી કાઢી અને ત્યારબાદ જિલ્લા જેલ પર ધેરાવો કરી દીધો.

ગુસ્સે ભરાયેલી ભીડે લીધા આરોપીના પ્રાણ

પોલિસે પણ ભીડેને દૂર કરવા હવામાં ફાઇરીંગ અને ટીયરગેસના ગોળા છોડ્યા, પણ ભીડ ટસની મસ ના થઇ. રોષે ભરાયેલી ભીડે પોલિસ લોકરમાં બંધ આરોપીને ખેંચીને બહાર લઇ ગઇ. ત્યારબાદ આરોપીના કપડા ફાડીને તેને મારતા મારતા ચોક સુધી લઇ ગઇ. ભીડે આરોપીને એટલો માર્યો કે તેની ઘટનાસ્થળે જ મોત થઇ ગઇ. જે પછી લોકો તેની લાશને ચોક પર ટાંગી દીધી
આરોપીએ નાગા છાત્રાને બનાવી પોતાની હવસની શિકાર

પ્રાપ્ત માહિતી મુજબ લગભગ 4000 લોકોની ભીડે પોલિસ સ્ટેશન પર કબ્જો કર્યો હતો. નોંધનીય છે કે આદિવાસી છાત્રા સાથે મૃતક આરોપી ફરીદ ખાને દુષ્કૃત્ય કર્યું હતું. 23-24 ફેબ્રુઆરી દરમિયાન 35 વર્ષીય આ યુવકે, યુવતીને બંધક બનાવી તેનો રેપ કર્યો હતો. જે પછી 25 ફેબ્રુઆરીએ પોલિસે તેને પકડી લીધો હતો અને કોર્ટે તેને ન્યાયિક હિરાસતમાં રાખ્યો હતો.

પોલિસની ચૂપ્પી પર શંકા

જો કે આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. જિલ્લા પોલિસ પ્રમુખ મેરેન જમીરે આરોપીના શબને કબજામાં લઇ સ્થિતિને નિયંત્રિત કરવા દીમાપુર જિલ્લામાં કર્ફ્યુ લગાવી દીધો છે. વધુમાં મુખ્યમંત્રી આવાસ પર મંત્રીમંડળની આપાત કાલિન બેઠક પણ મળી હતી. અને સીએમએ સમગ્ર ઘટનાની નીંદા કરતા કહ્યું કે કોઇને પણ કાનૂન પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી. વધુમાં તેમને આ અંગે ઉચ્ચ સ્તરીય સમિતિ ગઠિત કરી વધુ માહિતી માંગી છે.

English summary
An alleged rapist, suspected to be an illegal Bangladeshi migrant, was dragged out of the high-security central jail in Nagaland’s commercial town of Dimapur by an irate mob, paraded naked and then thrashed to death on Thursday, officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X