અનિલ અંબાણીના દીકરા અનમોલ અંબાણીના લગ્નનો સામે આવ્યો પહેલો ફોટો, લાલ જોડામાં ખૂબ જ સુંદર દેખાઈ કૃશા
અનિલ અંબાણીના દીકરા નવપરિણીત અનમોલ અંબાણી અને કૃશા શાહના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મુંબઈઃ અનિલ અંબાણી અને ટીના અંબાણીના દીકરા અનમોલ અંબાણીના લગ્ન થઈ ગયા છે. ટીના અંબાણી અને અનિલ અંબાણીના મોટા દીકરા અનમોલ અંબાણીએ 20 ફેબ્રુઆરીના રોજ કૃશા શાહ સાથે લગ્ન કર્યા છે. નવપરિણીત અનમોલ અંબાણી અને કૃશા શાહના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અનમોલ અંબાણી અને કૃશા શાહના લગ્નના પહેલા ફોટા બિઝનેસમેન પિંકી રેડ્ડીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. ફોટામાં અનમોલ અંબાણી અને કૃશા શાહ લગ્નની રસમો નિભાવતા દેખાઈ રહ્યા છે. કૃશા શાહ અને અનમોલ અંબાણીની મુલાકાત પોતાના પરિવારના માધ્યમથી થઈ હતી.

કેવી રીતે એકબીજાને મળ્યા અનમોલ અંબાણી અને કૃશા
અનમોલ અને કૃશાની એકબીજા સાથે મુલાકાત તેમના પરિવાર દ્વારા થઈ હતી. અનમોલ અને કૃશા પોતાના પરિવારોના માધ્યમથી મળ્યા અને પછી હંમેશા માટે સાથે રહેવાનો નિર્ણય કર્યો. એક નજીકના દોસ્તે ઈન્ડિયા ટુડેને જણાવ્યુ, 'અનમોલ અને કૃશાનો લગાવ તત્કાલ કે પહેલી નજરનો પ્રેમ નથી. તે પોતાના પરિવારોના માધ્યમથી એકબીજાને મળતા હતા અને શરુઆતમાં એકબીજાને જાણવામાં ઘણો સમય લગાવતા હદતા. અનમોલ એ વાત તરફ આકર્ષિત થયો કે કૃશા પોતાની સામાજિક સક્રિયતા પ્રત્યે કેટલી કેન્દ્રીત હતી. આ વાતને લઈને અનમોલને કૃશા ગમવા લાગી.'

અનમોલ અને કૃશાએ ડિસેમ્બર, 2021માં કરી હતી સગાઈ
ઘણા મીડિયા રિપોર્ટસ મુજબ અનમોલ અંબાણીએ ડિસેમ્બર, 2021માં કૃશા શાહ સાથે સગાઈ કરી લીધી હતી. અનમોલ અને કૃશાની સગાઈનુ ફંક્શન માત્ર પરિવારો અને નજીકના દોસ્તો વચ્ચે થયુ હતુ.

બચ્ચન પરિવાર પણ લગ્નમાં થયો હતો શામેલ
બિઝનેસમેન પિંકી રેડ્ડીએ દુલ્હાની મા ટીના અંબાણી, અભિષેક બચ્ચન, નતાશા નંદા અને ઘણા અન્ય લોકો સાથે ફોટા પણ શેર કર્યા છે. આ લગ્નમાં અમિતાભ બચ્ચન પણ શામેલ થયા હતા. અમિતાભ બચ્ચન ઉપરાંત શ્વેતા બચ્ચન, જયા બચ્ચન, નવ્યા નંદા અને ઘણા અન્ય લોકો લગ્નમાં શામેલ થયા. ફોટામાં એકમાં ટીના અંબાણીની ભાભી નીતા અંબાણી પણ દેખાયા હતા. લગ્નમાં મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ શામેલ થઈ. ફોટા શેર કરીને પિંકી રેડ્ડીએ લખ્યુ, 'સુંદર લગ્ન, ભગવાન અનમોલ અને કૃશાને આશીર્વાદ આપે. જુના દોસ્તો સાથે ખૂબ મઝા આવે છે, ટીના અને અનિલ સુપર વૉર્મ હોસ્ટ છે.'

કોણ છે અનમોલ અંબાણીની પત્ની કૃશા શાહ
અનમોલ અંબાણીની પત્ની કૃશા શાહ એક બિઝનેસ વુમન છે અને પોતાની મા અને ભાઈ સાથે લગ્ન રહે છે. કૃશા શાહ પરિવારમાં સૌથી નાની છે. કૃશા શાહની એક મોટી બહેન નીતિ શાહ છે જે પરિણીત છે અને મોટો ભાઈ મિશાલ શાહ છે.

6 મહિના પહેલા કૃશા શાહના પિતાનુ થયુ હતુ નિધન
કૃશા શાહે છ મહિના પહેલા પોતાના પિતા નિકુંજ શાહને ગુમાવી દીધા હતા. કૃશા શાહની મા નીલમ શાહ એક ફેશન ડિઝાઈનર છે. કૃશા શાહ પોતાના ભાઈ મિશાલની કંપની ડિસ્કોની કો-ફાઉન્ડર પણ છે. કુલ મળીને કૃશા શાહની એક શાનદર પૃષ્ઠભૂમિ પણ છે અને તે એક સક્રિય વ્યવસાયી મહિલા છે જે હવે અંબાણી પરિવારના ભારતના સૌથી ચર્ચિત બિઝનેસ પરિવારનો હિસ્સો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
