અનીલ મસીહ તો માત્ર મોહરો, લોકતંત્રની હત્યા પાછળ મોદીનો ચહેરો-રાહુલ ગાંધી
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં બીજેપીની લોકતંત્ર વિરોધી ગતિવિધિને સુપ્રીમ કોર્ટે ઉઘાડી પાડી દીધી છે. હવે રાહુલ ગાંધીએ આ મુદ્દે બીજેપી અને નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.
સુપ્રીમ કોર્ટમાં ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી છે. ચૂંટણીમાં ગેરરીતિના કેસમાં સુપ્રીમ કોર્ટે AAPના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે.

આ સાથે CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહના નિર્ણયને રદ કર્યો છે, જેમાં 30 જાન્યુઆરીએ બીજેપી ઉમેદવાર મનોજ કુમાર સોનકરને ચંદીગઢના મેયર જાહેર કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બીજેપી વિરુદ્ધ પ્રહારો કરી રહી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને બીજેપી અને પીએમ મોદી પર જોરદાર પ્રહારો કર્યા.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, લોકતંત્રની હત્યાના ભાજપના કાવતરામાં મસીહ માત્ર એક પ્યાદુ છે, જેની પાછળ મોદીનો ચહેરો છે.
દિલ્હીના મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી વિશ્વની સૌથી યુવા પાર્ટી સાથે બેઈમાની કરતી પકડાઈ છે. આજે આમ આદમી પાર્ટીની ચિંતા એ છે કે આ દેશમાં લોકશાહી કેવી રીતે ટકી રહેશે? જ્યારે કેન્દ્ર સરકાર જેવી મોટી પાર્ટી કેમેરાની સામે બેઈમાની કરશે તો જ્યાં કેમેરા જ નથી ત્યાં આ કેન્દ્ર સરકાર પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય?
સૌરભ ભારદ્વાજે કહ્યું કે, તમે આ બધી જગ્યાએ કેન્દ્ર સરકાર પર કેવી રીતે વિશ્વાસ કરી શકો? સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને ખુલ્લી પાડી છે. કેન્દ્ર સરકારના વરિષ્ઠ વકીલ સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રિસાઇડિંગ ઓફિસરનું પ્રતિનિધિત્વ કરે છે.












Click it and Unblock the Notifications
