કેજરીવાલ એકલાજ પુરતા છે દિગ્વિજયને પહોંચી વળવાઃ હજારે

anna-hazare-triranga-sad
નવીદિલ્હી, 23 ઑક્ટોબરઃસમાજસેવક અણ્ણા હજારેએ ફરીથી જણાવ્યું છે કે તેઓ કેજરીવાલ સાથે નથી પરંતુ બન્નેનો ઉદ્દેશ એક જ છે. જો કે, તે અરવિંદ કેજરીવાલ અને દિગ્વિજય સિંહ વચ્ચે પડવા ઇચ્છતાં નથી. કેજરીવાલ એકલાજ પુરતા છે દિગ્વિજયને પહોંચી વળવા, હાં, જો એ ચૂંટણી લડશે તો હું તેમને સાથ જરૂરથી આપીશ. અણ્ણાએ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી મનમોહન સિંહ ઘણા સારા વ્યક્તિ છે પરંતુ તે રિમોટ કંટ્રોલથી ચાલે છે તેથી તે કંઇ કરી શકતા નથી.

અણ્ણાએ કહ્યું કે તે દિગ્વિજય સિંહ પર કોઇ કોમેન્ટ કરવા ઇચ્છતા નથી. તે ધડ-માથા વગરની વાતો કરે છે. તેથી તેમના માટે કંઇ કહેવું નથી, તેમને બકબક કરવા માટે પૈસા મળે છે તેથી બકવાસ કરે છે. અણ્ણાએ આ વાત એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહી છે.

નોંધનીય છે કે દિગ્ગી રાજાએ અરવિંદ કેજરીવાલને એક પત્ર લખીને 27 પ્રશ્નો પૂછ્યા છે, જેના પર કેજરીવાલને કહ્યું કે તેમના પ્રશ્નોના જવાબ તે ત્યારેજ આપશે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમની સાથે ચર્ચા કરશે. જેના પર ગુસ્સે ભરાયેલા દિગ્ગી રાજાએ કહ્યું કે કેજરીવાલ એટલા મોટા નથી કે સોનિયા અને રાહુલ તેમની સાથે વાત કરે. દિગ્વિજય સિંહે કેજરીવાલના સંગઠન પર પૈસાની હેરાફેરીનો આરોપ લગાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X