હજારેનું એલાન, નવી ટીમ નવેમ્બરમાં
મુંબઇ, 17 ઑક્ટોબરઃ આખરે અહિંસાવાદી અણ્ણા હજારેએ જાહેર કરી દીધું છે કે તે પોતાની નવી ટીમ અણ્ણાની રચના કરવા જઇ રહ્યાં છે. શુક્રવારે અણ્ણા હજારે કહ્યું કે આગામી મહિને જ તેમની નવી ટીમની જાહેરાત થશે.
અણ્ણાએ કહ્યું કે 24 અને 25 નવેમ્બરે રાલેગણ સિદ્ધિમાં એક બેઠક થશે, જેમાં નવી કોર કમિટી અને સ્વયંસેવકોની જાહેરાત કરશે. અણ્ણાએ કહ્યું કે અમે જૂના લોકોનો પણ સંપર્ક કરીશું પરંતુ તે લોકો આ નવી કમિટીનો ભાગ હશે કે નહી, તે નક્કી નથી. આ પહેલા પણ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કહ્યું હતું કે, તે જન લોકપાલ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇની શરૂઆત પટનાથી કરશે. આ આંદોલનની શરૂઆત જાન્યુઆરીમાં થશે.
અણ્ણાએ જ્યારે આ વાતની જાહેરાત કરી તો ત્યારે તેમની સાથે કિરણ બેદી, વિશ્વમ્ભર ચૌધરી, પૂર્વ આઇએએસ અધિકારી અવિનાશ ધર્માધિકારી પણ હતા. તમને જણાવી દઈએ કે અણ્ણાની આ જાહેરાત પહેલાં પૂર્વ સેના પ્રમુખ જનરલ વી કે સિંહે પણ તેમની મુલાકાત લીધી હતી.
વી કે સિંહે કહ્યું કે તે ટીમ અણ્ણા અંગે કંઇ જ જાણતા નથી, તે અણ્ણાને મળીને તેમના હાલ-ચાલ જાણવા આવ્યા હતા, કારણ કે, તાજેતરમાં જ અણ્ણાની આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આમ તો વી કે સિંહએ કહ્યું કે તે એ દરેક વ્યક્તિ સાથે છે જે દેશ માટે કામ કરે છે.












Click it and Unblock the Notifications
