અણ્ણા હજારે ફક્ત કેજરીવાલની પાર્ટી માટે પ્રચાર કરશે

75 વર્ષીય અણ્ણા હજારેએ અન્ય પાર્ટીઓની જાતિ અને સમુદાયની રાજકારણ કરવા માટે ટીકા કરી અને કહ્યું હતું કે દાન ઉધરાવવા માટે તે જરૂરી સાધનોનો સહારો લેશે. તેમને કહ્યું હતું કે અન્ય પાર્ટીઓ મોટી કંપનીઓ પાસેથી ભારે દાન લે છે. પરંતુ દાનવીરની ઓળખ છુપાવવા માટે તેમને 20 હજારથી ઓછી રકમના ટુકડાઓ તોડવી પડે છે. તેમને વ્યક્તિ કેન્દ્રીત રાજકીય પક્ષોની ટીકા કરી હતી.
તેમને કહ્યું હતું કે હું અરવિંદ કેજરીવાલને ઓળખુ છું તેમને તેમના માટે કશું જ કર્યુ નથી. તે દરેક કામ દેશ માટે કરે છે. અણ્ણા હજારેએ કહ્યું હતું કે તે અરવિંદ કેજરીવાલના ઉમેદવારોને પણ તપાસ કરશે અને યોગ્ય ઉમેદવારોને જ સમર્થન કરશે. ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના સંસ્થાપલ ગુરૂવારે ત્રણ દિવસ માટે ઓરિસ્સાના પ્રવાસે છે.












Click it and Unblock the Notifications
