હવે અનશન નહીં પણ આંદોલનથી થશે લડાઈ: અણ્ણા

ભ્રષ્ટાચાર સામે લડી રહેલા હજારેએ જણાવ્યું હતું કે તેઓ સંસદમાં સારા લોકોને મોકલવાનું કાર્ય કરતા રહેશે.
તેમણે જણાવ્યુ કે મોટી સંખ્યામાં રિટાયર્ડ આઇએએસ અધિકારીયોએ ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં તેમને સાથ આપવાનું જણાવ્યું છે. તેમણે યુવાવર્ગને ઉદ્દેશીને કહ્યું કે તેઓ દેશના ભવિષ્યને લઇને નિરાશ ન થાય.
અણ્ણા હઝારેએ લોકપાલ બીલ માટે દિલ્હીમાં બેવાર અને એકવાર મુંબઇમાં અનશન કર્યા હતા. ભ્રષ્ટાચાર સામે તેમની લડાઇ હજી ચાલુ છે અને હવે તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા જઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
