લોકપાલ બિલ માટે આજથી અણ્ણા હઝારે આમરણ અનશન પર...
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: જનલોકપાલ બિલ માટે વર્ષોથી લડી રહેલા સમાજસેવી અણ્ણા હઝારે એકવાર ફરી અનશન પર બેસી રહ્યા છે. અણ્ણા હઝારેએ રાલેંગણ સિદ્ધીમાં અમર્યાદિત અનશન પર બેસી રહ્યા છે. અણ્ણાએ જણાવ્યું છે કે આ વખતે લોકપાલ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી તેમના અનશન ચાલુ રહેશે.
જન લોકપાલ બિલ પર પોતાના અનશન શરૂ કરતા પહેલા અણ્ણાએ કોંગ્રેસ સરકાર પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવતા જણાવ્યું કે સંપ્રગ સરકારના પોતાના વાયદાને પૂર્ણ કરવા અથવા સત્તામાંથી જવાનો સમય આવી ગયો છે.
અણ્ણાએ રાજ્યસભામાં પેન્ડિંગ લોકપાલ બિલને પાસ કરવામાં ઢિલાસ રાખવાને લઇને કેન્દ્ર સરકારને આડે હાથે લીધી છે. તેમણે જણાવ્યું કે હવે તેમની પાસે કોઇ વિકલ્પ નથી બચ્યો. સરકારના ખોટા વાયદાઓથી થાકી ગયા છે માટે તેઓ હવે ફરીથી અનશન પર બેસી રહ્યા છે. તેમણે જણાવ્યું કે લોકપાલ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી તેમનું અનશન ચાલુ રહેશે.













Click it and Unblock the Notifications
