For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર ફિદા અણ્ણા, કેજરીવાલ પર વરસ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 મે: સમાજ સેવી અણ્ણા હઝારેએ કેન્દ્રમાં બનેલી એનડીએ સરકારના વખાણ કર્યા છે. અણ્ણા હઝારે જે અત્યાર સુધી કોઇ પણ પાર્ટીના પક્ષમાં ખુલીને ન્હોતા બોલી રહ્યા તેમણે પહેલી વાર ખુલેઆમ પોતાનો પક્ષ રાખ્યો છે. અણ્ણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કેન્દ્રની ભાજપ સરકારની પ્રશંસા કરી. અણ્ણાએ જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે સારા દિવસો આવવાના છે. અણ્ણાએ વડાપ્રધાન મોદીના વખાણ તો કર્યા પરંતુ સાથે સાથે તેમણે અરવિંદ કેજરીવાલની ટીકા પણ કરી. અણ્ણાએ જણાવ્યું કે કેજરીવાલ ભટકી ગયા છે અને હવે તેમને લાગે છે કે તેઓ વડાપ્રધાન બની શકે છે.

અણ્ણા હઝારેએ અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને જણાવ્યું કે નવી સરકારે ભવિષ્ય માટે એક આશાજનક તસવીર લોકોની સામે રાખી છે. એનાથી એવું લાગી રહ્યું છે કે સારા દિવસો આવવાના છે. તેમણે જણાવ્યું કે હાલમાં ગઠિત 'અસલી આઝાદી અભિયાન' આવનારા 4થી 6 મહિના સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ પર નીકટતાથી નજર રાખશે. તેમણે શરત રાખી કે જો એનડીએની સરકાર પણ જો લોકોને કરેલા વાયદા પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા તો દેશભરમાં આંદોલન કરીશું.

અણ્ણાએ વડાપ્રધાનના એ નિર્દેશના વખાણ કર્યા જેમાં તેમણે પોતાના મંત્રીઓને જણાવ્યું કે સંબંધીઓને પીએ ના બનાવો. અણ્ણાએ જણાવ્યું કે મોદીના નિર્ણયોને જોવાથી એવું લાગી રહ્યું છે કે તેમની પાસે વિઝન છે. અણ્ણાએ જણાવ્યું કે પૂર્ણ બહુમત વાળી સરકાર 'ખિચડી' સરકારના મુકાબલે વ્યાપક રીતે દેશમાં વિકાસના કામ કરાવી શકે છે.

અણ્ણાએ આશા વ્યક્ત કરી છે કે દેશમાં સુશાસન આવશે. તેમણે જણાવ્યું કે આવી હાલતમાં સરકારે પહેલી વાર બ્લેક મની પર એસઆઇટીનું ગઠન કરી સારો સંકેત આપ્યો છે. આ પહેલાની યુપીએ સરકાર આવું કરી શકી નહીં. આવું લગભગ એટલા માટે બન્યું કે તે સરકારના મંત્રી જ ઘણા વધારે સ્કેમમાં સામેલ હતા. અણ્ણાના કહેવા પ્રમાણે મોદીને જીત તેમની પ્રતિભા અને બોલવાની ક્ષમતાના કારણે મળી છે. અણ્ણાએ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે મને ખબર હતી કે બનારસમાં મોદીની સામે કેજરીવાલ ટકી શકશે નહીં. કેજરીવાલને જ્યારે જનતાએ વોટ આપીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા તો તેમને લાગ્યું કે દેશના વડાપ્રધાન પણ બનાવી દેશે. તેઓ સંપૂર્ણ રીતે ભટકી ગયા છે.

વાંચો અણ્ણાનો મોદી પર પ્રેમ અને કેજરીવાલ પર પ્રહાર...

સારા દિવસો આવવાના છે

સારા દિવસો આવવાના છે

અણ્ણા હઝારેએ જણાવ્યું કે નવી સરકારે ભવિષ્ય માટે એક આશાજનક તસવીર લોકોની સામે રાખી છે. એનાથી એવું લાગી રહ્યું છે કે સારા દિવસો આવવાના છે.

તો દેશભરમાં આંદોલન કરીશું

તો દેશભરમાં આંદોલન કરીશું

તેમણે જણાવ્યું કે હાલમાં ગઠિત 'અસલી આઝાદી અભિયાન' આવનારા 4થી 6 મહિના સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ પર નીકટતાથી નજર રાખશે. તેમણે શરત રાખી કે જો એનડીએની સરકાર પણ જો લોકોને કરેલા વાયદા પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા તો દેશભરમાં આંદોલન કરીશું.

મોદી પાસે વિઝન છે

મોદી પાસે વિઝન છે

અણ્ણાએ વડાપ્રધાનના એ નિર્દેશના વખાણ કર્યા જેમાં તેમણે પોતાના મંત્રીઓને જણાવ્યું કે સંબંધીઓને પીએ ના બનાવો. અણ્ણાએ જણાવ્યું કે મોદીના નિર્ણયોને જોવાથી એવું લાગી રહ્યું છે કે તેમની પાસે વિઝન છે. અણ્ણાએ જણાવ્યું કે પૂર્ણ બહુમત વાળી સરકાર 'ખિચડી' સરકારના મુકાબલે વ્યાપક રીતે દેશમાં વિકાસના કામ કરાવી શકે છે.

યુપીએ સરકાર આવું કરી શકી નહીં

યુપીએ સરકાર આવું કરી શકી નહીં

અણ્ણાએ આશા વ્યક્ત કરી છે કે દેશમાં સુશાસન આવશે. તેમણે જણાવ્યું કે આવી હાલતમાં સરકારે પહેલી વાર બ્લેક મની પર એસઆઇટીનું ગઠન કરી સારો સંકેત આપ્યો છે. આ પહેલાની યુપીએ સરકાર આવું કરી શકી નહીં. આવું લગભગ એટલા માટે બન્યું કે તે સરકારના મંત્રી જ ઘણા વધારે સ્કેમમાં સામેલ હતા.

મોદીને જીત તેમની બોલવાની ક્ષમતાથી મળી

મોદીને જીત તેમની બોલવાની ક્ષમતાથી મળી

અણ્ણાના કહેવા પ્રમાણે મોદીને જીત તેમની પ્રતિભા અને બોલવાની ક્ષમતાના કારણે મળી છે.

કેજરીવાલ ભટકી ગયા છે

કેજરીવાલ ભટકી ગયા છે

અણ્ણાએ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે મને ખબર હતી કે બનારસમાં મોદીની સામે કેજરીવાલ ટકી શકશે નહીં. કેજરીવાલને જ્યારે જનતાએ વોટ આપીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા તો તેમને લાગ્યું કે દેશના વડાપ્રધાન પણ બનાવી દેશે. તેઓ સંપૂર્ણ રીતે ભટકી ગયા છે.

English summary
Social activist Anna Hazare praised the BJP-led government at the Centre, saying it seemed like good days are coming. Hazare, however, criticised AAP leader Arvind Kejriwal for getting “carried away” and thinking “he could now become Prime Minister”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X