CBIના નવા ડાયરેક્ટરના નામની જાહેરાત, જાણો કોણ છે પ્રવીણ સૂદ?

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની બીજેપી સરકાર પર CBI નો દુરૂપયોગ કરીને વિપક્ષોને હેરાન કરવાના આરોપ લાગી રહ્યા છે. આ આરોપો વચ્ચે હવે સીબીઆઈના ચીફ બદવાયા છે. સીબીઆઈના નવા ચીફ તરીકે પ્રવીણ સૂદની પસંદગી થઈ છે.

કર્ણાટક પોલીસના ડીજીપી રહી ચૂકેલા પ્રવીણ સૂદ હવે સીબીઆઈના નવા ચીફ બન્યા છે. તેમની નિમણૂક બે વર્ષ માટે કરાઈ છે. કર્ણાટક કેડરના 1986 બેચના IPS અધિકારી પ્રવીણ સૂદ સુબોધ કુમાર જયસ્વાલ પાસેથી કાર્યભાર સંભાળશે.

CBI

કર્ણાટકના DGP પ્રવીણ સૂદને કેન્દ્ર સરકારે CBI ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ પદની રેસમાં પ્રવીણ સૂદનું નામ પહેલાથી જ સૌથી આગળ હતું. હાલના ડાયરેક્ટરનો કાર્યકાળ 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

આ પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવીઈ ચંદ્રચુડ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી વચ્ચે હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પદ માટે ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓના નામ શોર્ટલિસ્ટ કરાયા હતા.

તમને જણાવી દઈએ કે પ્રવીણ સૂદ સિવાય મધ્યપ્રદેશના ડીજીપી સુધીર સક્સેના અને સિનિયર આઈપીએસ તાજ હસનનું નામ સામેલ હતું. આ બધાને પાછળ છોડીને પ્રવીણ સૂદને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

જણાવી દઈએ કે, 1986 બેચના IPS અધિકારી પ્રવીણ સૂદ 2020 થી કર્ણાટકના ડીજીપી તરીકે નિયુક્ત કરાયા હતા. મૂળ હિમાચલ પ્રદેશના પ્રવીણ સૂદ દિલ્હી IIT ના વિદ્યાર્થી રહ્યા છે. તે મે 2025 સુધી સીબીઆઈ ડાયરેક્ટરનું પદ સંભાળશે.

સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી એક કમિટી કરે છે. આ કમિટીમાં વડાપ્રધાન, સીજેઆઈ અને લોકસભામાં વિપક્ષના નેતા સામેલ છે. નિમણૂક બે વર્ષના નિશ્ચિત કાર્યકાળ માટે છે પરંતુ કાર્યકાળ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X