કાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ટ્રિપલ અટેક, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં અથડામણ, 4 આતંકી ઠાર
કાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ટ્રિપલ અટેક, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં અથડામણ, 4 આતંકી ઠાર
કુલગામઃ જમ્મુ-કાશ્મીરના કુલગામના નિપોરામાં શનિવારે સુરક્ષાબળોએ ત્રણ આતંકવાદીઓને ઘેરી રાખ્યા છે અને અથડામણ ચાલી રહી છે. આ ઉપરાંત પુલવામાના ગુલાબ બાગ ત્રાલ અને અનંતનાગના લલન વિસ્તારમાં પણ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસ મુજબ કુલગામ અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. જ્યારે અનંનાગમાં પણ બે આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ મળ્યા છે. જ્યારે ગુલાબ બાગ ત્રાલના એક ઘરમાં 3 આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી છે.

જો કુલગામની વાત કરીએ તો સુરક્ષાબળોને નિપોરામાં ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. સ્થાનિક પોલીસ અને સીઆરપીએફ સાથે મળી ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન ચલાવ્યું અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. ખુદને ઘેરાતા જોઈ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સેના તરફથી જવાબી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એક આતંકી પકડાયો હોવાની સૂચના મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પકડાયેલો આંતકવાદી હાલમાં જ આતંકવાદી સંગઠનોમાં સામેલ થયો હત. જણાવી દઈએ કે પાછલા એક અઠવાડિયામાં ઘાટીમાં ભારતીય સેનાએ 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
આ વર્ષે 101 આતંકીને ઠાર માર્યા
જણાવી દઈએ કે હાલમાં જ અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષાબળ 1010 આતંકવાદીઓને ઠાર કરી ચૂક્યું છે અને દક્ષિણ કાશ્મીરમાં વધુ 125 આતંકવાદીઓને ઠાર મારવા પર કેન્દ્રિત કરી રહ્યા છે, જેમાં 25 વિદેશી સામેલ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
